તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદી યુવકનો પાસપોર્ટ નાંદોલ પહોંચ્યો, સમય બગાડી સ્વ ખર્ચે પરત આપવા જણાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ : તમે પાસપોર્ટ માટે અરજી કરી હોય અને ત્યાર બાદની ઇંતેજારી દરમ્યાન કવરમાં પાસપોર્ટ આવેતો મન ખુશીથી ઝુમી ઉઠે છે. પરંતુ તે કવર ખોલ્યા બાદ તેમાંથી અન્ય કોઇ વ્યક્તિનો પાસપોર્ટ નિકળેતો? અને તમારો પાસપોર્ટ અન્ય પાસે પહોંચી ગયો તેવું જાણવા મળે તો કેવો આંચકો લાગે? અમદાવાદ રિઝીયોનલ પાસપોર્ટ કચેરીનો એક ગંભીર ભૂલ અને છબરડો સામે આવ્યો છે. નાદોલના યુવકને તેના બદલે અમદાવાદના યુવાનનો પાસપોર્ટ મોકલાયો છે. પાછો પરત પોતાના ખર્ચે આપી જવા પણ ફોન દ્વારા કહેવાતા યુવકની સ્થિતિ જોવા જેવી થઇ ગઇ છે.

- પત્નિ નીતાબેન તથા પુત્ર હેત માટે પાસપોર્ટ કઢાવવા અરજી કરી હતી

દહેગામ તાલુકાના નાંદોલ ગામે રહેતાં અને એલઆઇસી એજન્ટ હરેશભાઇ અરવિંદભાઇ પટેલે તેમને તેમના પત્નિ નીતાબેન તથા પુત્ર હેત માટે પાસપોર્ટ કઢાવવા અરજી કરી હતી. જેની તમામ કાર્યવાહી પૂર્ણ થતાં ઘરે પાસપોર્ટ આવવાનો ઇંતેજાર હતો. તેવામાં તેમનાં ઘરે ત્રણ પાસપોર્ટ ડિલીવર થયા હતા. જેમાં તેમના પત્નિ નીતાબેન તથા પુત્ર હેતનો પાસપોર્ટ પણ આવ્યો હતો,જે બરાબર હતા. પરંતુ હરેશભાઇએ તેમનું કવર ખોલ્યુ તો તેમના કવરમાં તેમના પાસપોર્ટને બદલે અમદાવાદનાં કડીવાલા નોમાન સલીમભાઇનો પાસપોર્ટ નિકળ્યો હતો. જેને જોઇ હરેશભાઇ ચોંકી ઉઠયા હતા.

પાસપોર્ટ ઓફિસેથી ફોન આવતાં સમય બગાડી સ્વ ખર્ચે પરત આપવા જણાવ્યું

ત્યાર બાદ અચાનક પાસપોર્ટ કચેરી એથી કોઇ મહિલા કર્મચારીનો હરેશભાઇના મોબાઇલ પર ફોન આવ્યો હતો કે ભૂલથી તમારા કવરમાં અન્યનો પાસપોર્ટ મુકાઇ ગયો હતો. જે તમારો પાસપોર્ટ તેના કવરમા જેથી આપ કડીવાલા નોમાનનો પાસપોર્ટ લઇ અમદાવાદ કચેરી આવો તમારો પાસપોર્ટ અહી આવી ગયો છે તેને લઇ જાઓ. આમ પાસપોર્ટ કચેરીની ગંભીર બેદરકારી અને ભૂલને કારણે અન્ય જગ્યાએ પાસપોર્ટ પહોંચ્યો હોવાથી હરેશભાઇને તેમનો સમય બગાડી ખર્ચ કરી અમદાવાદ પાસપોર્ટ ઓફિસે તેમનો પાસપોર્ટ મેળવવા જવુ પડયુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો