તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ તાલુકાના 300 અતિ કુપોષિત બાળકોને દત્તક લઇને સારવાર અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા કલોલ તાલુકાના 300 અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન સાંતેજની એક કંપનીએ તમામ અતિ કુપોષિત 300 બાળકોને દત્તક લીધા છે અને હવે તે બાળકોને હોમિયોપેથી પધ્ધતિ દ્વારા સારવાર આપવાની શરૂઆત કરાઇ છે.
-જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા તમામ બાળકોને હોમિયોપેથી સારવાર અપાશે

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલોલ તાલુકાના અતિ કુપોષિત બાળકોને શોધી કાઢવા માટે અભિયાન હાથ ધરાયુ હતું. તેમાં આ પ્રકારના 300 બાળકો મળી આવ્યા હતાં. તેમને દત્તક આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.પી દેસાઇના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન સાંતેજ ખાતેની શાહ એલોઇઝ નામના ઔદ્યોગિક એકમે તમામ 300 બાળકોને દત્તક લીધા છે અને તે માટેનો તમામ ખર્ચ કંપની દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે.
અતિ કુપોષિત 300 બાળકોની સારવાર 10મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ તમામ બાળકોનું વજન કરવામાં આવ્યુ હતું અને કયા બાળકને કયા વિટામીન અને કયા પ્રકારના ખોરાકની આવશ્યકતા છે તેની તપાસ 5 તબીબોની ટીમ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અભિયાનને પાર પાડવા માટે પ્રાંત અધિકારી પાડલીયાએ સહયોગ આપ્યો હતો. તમામ બાળકોને 90 દિવસ સુધી હોમિયોપેથી સારવાર આપવામાં આવશે અને તે પછી તેના પરિણામ જોય બાદ અન્ય તાલુકાના બાળકોને દત્તક આપવાનુ અભિયાન આગળ વધારવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે ગત મહિને જિલ્લાની તમામ શાખાના અધિકારીઓની રિવ્યુ બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી. તે દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અતિકુપોષિત બાળકોની એક હજાર જેટલી સંખ્યા જાણી તે અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઇ હતી. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રદિપ પટેલે આ અંગે ગંભીર નોંધ લીધી હતી અને પંચાયત તંત્ર સાથે સંબંધિત વિભાગને સૂચના આપી હતી કે આગામી ડિસેમ્બર સુધીમાં તમામ અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા માટે અભિયાન હાથ ધરવુ જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો