તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાંથી મત નથી મળતા ત્યાં પણ અમે યોજના મૂકીએ છીએઃ CM રૂપાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર:  રૂપાણી સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમોના ભાગરૂપે જૂના સચિવાલયમાં યોજાયેલા વકફ બોર્ડના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ સામે પ્રહારો કર્યા હતા. રૂપાણીએ કહ્યું કે ક્યાંથી મત મળે છે અને ક્યાંથી નથી મળતા તેની અમને ખબર છે છતાં અમે યોજનાઓમાં ભેદભાવ કરતા નથી, તમામ માટે અમે યોજના બનાવી છે.  રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર હોય ત્યારે જ તોફાનો થયા છે. છેલ્લા 23 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ગોધરાકાંડને 17 વર્ષ થયા, આ બાદ ગુજરાતમાં તોફાનો થયા નથી. 

 


દેશમાં 50 વર્ષ સુધી રાજ કરનારા લોકો મુસ્લિમો પાછળ રહી ગયા હોવાની વાતો કરે છે, પરંતુ સચ્ચર કમિટીએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે સૌથી સુખી મુસ્લિમો ગુજરાતમાં છે. દેશમાં સૌથી વધુ મુસ્લિમો હજ પઢવા રાજ્યમાંથી જાય છે. તે મુસ્લિમોની આર્થિક પ્રગતિ દર્શાવે છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્ય સરકારે એક લાખ યુવાનોની ભરતી કરી તેમાં કે વિકાસના કોઇ પણ કામમાં કોણ ખાન છે કે હિંદુ છે એટલે કે જાતિ કે કોમ જોઇ નથી. તમામ માટે એકસમાન યોજના અને એકસમાન કામગીરી રહી છે. 

 

વકફ બોર્ડના ભ્રષ્ટાચાર મુદ્દે CMને રજૂઆત

 

ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી દ્વારા સિટિઝન ચાર્ટરનું લોકાર્પણ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને વકફ બોર્ડની 26 મિલકતોના વેચાણમાં મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી તેની તપાસ કરવાની માગણી કરી છે. ઉપરાંત વકફ બોર્ડની વધુ ટ્રિબ્યુનલની રચના કરવાની રજૂઆત પણ ત્રણ ધારાસભ્યોએ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...