વાઈબ્રન્ટ સમિટ / વાઈબ્રન્ટમાં પીરસાતા ફૂડને બનાવનારનું મેડિકલ ચેકઅપ થશે

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 02:39 AM
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • વાઈબ્રન્ટમાં પીરસાતા ફૂડને બનાવનારનું મેડિકલ ચેકઅપ થશે
  • 70 હેલ્થ ઓફિસર-કર્મચારીઓની ટીમ રહેશે: ફૂડ કમિશનર

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત 2019 અંતર્ગત તા: 17 જાન્યુઆરીથી દેશ-વિદેશના મહેમાનો ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતીઓને શહેરની વિવિધ  હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. મહેમાનોને રહેવા સાથે ચા-કોફી, નાસ્તો, જમવા સહિતની વ્યવસ્થામાં ઇન્ફેક્શનને કારણે મહેમાનોને ફૂડ આરોગવા કે રહેઠાણ દરમિયાન કોઇ ચેપી રોગ થાય નહિ તેના માટે 70 ફૂડ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તહેનાત કરાઈ છે.

મહાત્મા ગાંધી મંદિરમાં જ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરાઈ છે
1.ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં યોજાનારા ભોજન સમારોહ, ગાલા ડિનર, ચા-કોફી, નાસ્તા માટેની વ્યવસ્થા કરાઈ છે. ઉદઘાટન સમારોહ પૂરો થયા પછી તરત જ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ પછી રાત્રે, બીજા દિવસે બપોરે અને છેલ્લા દિવસે બપોરે મહાત્મા ગાંધી મંદિરમાં જ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ માટે ગોલ્ડન પાસ, સિલ્વર પાસ, બ્લ્યૂ, રેડ પાસ એમ દરેક કેટેગરીના મહાનુભાવો માટે જમવાની અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે. આ ફૂડ બનાવનાર કે પછી ફૂડ બનાવવા દરમિયાન કોઈ ચેપી પદાર્થ ફૂડમાં ભળી ન જાય તેની તકેદારી રાખવા હેલ્થ ઓફિસર અને કર્મચારીઓની ટીમ મૂકવામાં આવશે. આ માટે હાલમાં અંદાજે 70 ફૂડ ઓફિસર અને કર્મચારીઓ તહેનાત કરવાનું આયોજન છે.
જેને ચેપી લક્ષણો જણાશે તો તેને કામમાંથી હટાવાશે
2.જે વ્યક્તિઓ જેમ કે કૂક, વેઈટર જેવા કારીગરો ફૂડ બનાવવાની પ્રોસેસ સાથે સીધા સંકળાયેલા છે. આથી તેમને કોઈ ગંભીર રોગ કે ચામડીના ચેપી રોગ નથીને તેની ચકાસણી કરાશે. આવા કોઈ લક્ષણો ધરાવતા વેઈટર કે અન્ય સ્ટાફને ફૂડ તૈયાર કરવાની પ્રક્રિયામાંથી દૂર કરાશે.
 
ફૂડ બનાવવા વપરાતી વસ્તુની ક્વોલિટીની ચકાસણી થશે
3.ફૂડ બનાવવા માટે વપરાતી વસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવશે. ફૂડ તૈયાર કરવામાં કોઈ બગડેલી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ વપરાતી નથીને તેની ચકાસણી થશે. ઉપરાંત આઉટ ઓફ ડેટ  વસ્તુ વપરાતી નથીને તેની પણ ચકાસણી કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App