આરોગ્ય / સ્વસ્થ ગુજરાત? રાજ્યના આરોગ્ય સચિવ પરમાર સ્વાઈન ફ્લૂની ઝપેટમાં

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 08:32 AM
ગુજરાતના આરોગ્ય સચિવ પૂનમચંદ પરમાર
ગુજરાતના આરોગ્ય સચિવ પૂનમચંદ પરમાર
X
ગુજરાતના આરોગ્ય સચિવ પૂનમચંદ પરમારગુજરાતના આરોગ્ય સચિવ પૂનમચંદ પરમાર

  • પૂનમચંદ પરમારની ઘરે જ સારવાર શરૂ કરાઈ
  • નવા વર્ષમાં ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂનો બીજો કેસ

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સ્વાઇન ફ્લૂમાં પટકાયા છે. સિનિયર આઇએએસ અધિકારી પૂનમચંદ પરમારને શરદી અને તાવના લક્ષણ હોવાથી તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને એચ1એન1ની સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાપાલિકામાં નવા વર્ષના પ્રથમ મહિનામાં સ્વાઇન ફ્લૂનો બીજો કેસ નોંધાયો છે. 

અધિકારીના પરિવારજનોને પણ તપાસી લેવાયા
1.

અધિકારીને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા નથી. પરંતુ સેક્ટર-8 સ્થિત નિવાસસ્થાનમાં જ એક રૂમ અલાયદો કરીને સારવાર અપાઇ રહી છે. આરોગ્ય વિભાગના વડા જ સ્વાઇન ફ્લૂમાં સપડાયાના પગલે આરોગ્ય તંત્ર સ્વાભાવિક રીતે હરકતમાં આવી ગયું છે. અધિકારીના પરિવારજનોને પણ તપાસી લેવાયા છે અને તેમના ઘર તથા આસપાસના વિસ્તારમાં ર્સ્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App