વિખવાદ / ગુજરાત ભાજપમાં સ્થાનિક સંગઠનમાં આંતરિક વિખવાદ વકર્યો, પ્રભારી મંત્રીઓ શાંત પાડવા કામે લાગ્યા

Damage Control Exercise Before Election In BJP

  • ભાજપમાં ચૂંટણી પૂર્વે  ડેમેજ કંટ્રોલની કવાયત
  • મંત્રીઓ દ્વારા જિલ્લા-તાલુકા સ્તરે બેઠકોનો દોર

Divyabhaskar.com

Feb 12, 2019, 08:43 AM IST

ગાંધીનગર: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્થાનિક સંગઠનમાં આંતરિક વિખવાદ, જૂથબંધી અને નારાજગી દૂર કરવા માટે પ્રભારી મંત્રીઓને જવાબદારી આપવામાં આવી છે. જિલ્લાકક્ષાના સંગઠનોમાં આ પ્રકારની નારાજગી જાણીને પ્રદેશ માળખાને રીપોર્ટ કરાશે સાથે સંગઠનના હોદ્દેદારોએ સરકારમાં સૂચવેલા બાકી કામો અંગે સંકલન કરવા પણ પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.

હોદ્દેદારો અને કાર્યકરોની વ્યાપક ફરિયાદો

ચૂંટણી પહેલા સંગઠનમાં આંતરિકસ્તરે વિખવાદ ન રહે અને ચૂંટણી પ્રચારની કામગીરી આયોજનબદ્ધ થાય, ચૂંટણી ટાણે નારાજગી બહાર ન આવે તે માટે મંત્રીઓ દ્વારા પોતાના પ્રભારી જિલ્લામાં બેઠકોનો દૌર શરૂ કરાયો છે. શહેર, તાલુકા અને જિલ્લાકક્ષાના સંગઠનના હોદ્દેદારો સાથે મંત્રીઓ બેઠક યોજી રહ્યા છે. સરકારમાં કામો નહીં થતા હોવાની સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની વ્યાપક ફરિયાદો હોવાથી તેમના ક્યા કામો પડતર છે તેની પણ વિગતો મેળવવામાં આવી છે.

X
Damage Control Exercise Before Election In BJP
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી