Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » LRD paper leak / cryptic mood of the government is not ready to give details of the printer

LRD પેપર લીક/ સમગ્ર કાંડમાં સરકારનું ભેદી મૌન પ્રિન્ટરની માહિતી આપવા તૈયાર નથી

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 01:55 AM

LRDમાં કોઈપણ રાજકીય નેતાઓની સંડોવણી હોય તો પણ પગલાં લેવા CMની સૂચના

 • LRD paper leak / cryptic mood of the government is not ready to give details of the printer

  *ગુનાના મૂળ સુધી પહોંચવા માટે આઠ જેટલી ટુકડીઓ બનાવાઈ

  *સૌરભ પટેલે કહ્યું કે તપાસના આ તબક્કે માહિતી આપી શકાય નહીં

  *સારી નોકરી માટે સરકારી ભરતીમાં ઉમેદવારી કરે છે : સરકાર

  ગાંધીનગરઃ લોકરક્ષક ભરતીનું પેપર લીક થવા મામલે કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ પાસેથી પકડાયેલા આરોપી અને પોલીસે કરેલી તપાસ સહિતની વિગતો મેળવી હતી, ગૃહ વિભાગે પેપર દિલ્હીથી લીક થયું હોવાની અને આ કેસમાં રાષ્ટ્રીય સ્તરે ગેંગ સક્રિય હોવાની માહિતી કેબિનેટમાં રજૂ કરી હતી. સીએમ રૂપાણીએ આ કેસમાં સંડોવાયેલા લોકો રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય તો પણ કડક પગલાં લેવા સૂચના આપી હતી. બીજીતરફ રાજ્ય સરકાર પણ પેપર ક્યાં છપાયું હતું તે પ્રિન્ટરની માહિતી બહાર ન પડે તેવું ઇચ્છી રહી હોવાથી આ મામલે પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.

  ઊર્જા મંત્રી સૌરભ પટેલે પણ પ્રિન્ટરનું નામ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર પાસે તમામ માહિતી છે પરંતુ તપાસના તબક્કે આ પ્રકારની વિગતો જાહેર કરી શકાય નહીં. ગુનેગારો કોંગ્રેસ, ભાજપ કે કોઇપણ પક્ષના હશે તેમની સામે કાર્યવાહી થશે. સરકારે આગામી 30 દિવસમાં આ પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય કર્યો છે, ઉમેદવારોને મુસાફરીનું ભાડું પણ અપાશે. સૌરભ પટેલે એવો દાવો કર્યો હતો કે રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. એક વર્ષમાં એક લાખ યુવાનોને સરકારી નોકરી અપાઇ છે જ્યારે ભરતી મેળા દ્વારા 5 વર્ષમાં 10 લાખ યુવાનોને રોજગારી અપાઇ છે. યુવાનો પાસે નોકરી છે પરંતુ સારી નોકરીની અપેક્ષામાં સરકારી ભરતીમાં ઉમેદવારી કરે છે.

  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના દિલ્હીમાં ધામા

  લોકરક્ષક પરીક્ષાનું પ્રશ્નપત્ર દિલ્હી ગેંગે લીક કર્યું હોવાનો પર્દાફાશ ગાંધીનગર પોલીસે કર્યો હતો. આ દિલ્હી ગેંગને પકડવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિત ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ)ના અધિકારીઓએ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા છે. બીજી તરફ ગાંધીનગર પોલીસે પકડેલા આરોપીઓ અને અટકાયતીઓની છેલ્લા ત્રણ મહિનાના લોકેશનથી માંડીને સીડીઆરની ડિટેઇલ મેળવીને તપાસ હાથ ધરી છે. આ તપાસ ગુજરાત દિલ્હી સિવાયના રાજ્યોમાં પણ લંબાય તેવી શક્યતા છે.

  આરોપીઓને પકડીને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાતમાં આઠ જેટલી ટુકડીઓ પાડવામાં આવી છે અને બાકીના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે હજુ સુધી એક પણ આરોપીને પક્ડી શક્યા નહી હોવાનું પોલીસ સૂત્રો જણાવ્યું છે.પોલીસની ટુકડીએ અત્યાર સુધીમાં પકડાયેલા આઠ આરોપીઓ તથા ભાજપના એક કાર્યકર સહિતના 25થી વધુ અટકાયતીઓના છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કોની કોની સાથે વાતચીત કરી હતી ઉપરાંત ક્યાં ક્યાં ગયા હતા તેના લોકેશન મેળવવાની સાથે સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

  દિલ્હીમાં ઉત્તરવહી ભરતસિંહ અને ઈન્દ્રવદને આપી હતી

  રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા લોકરક્ષક દળ પેપરલીક કાંડમાં પોલીસના હાથમાં હવે દિલ્હીની ગેંગ અને ગુજરાતના ઉમેદવારો વચ્ચેની કડી પોલીસને હાથમાં લાગી છે. મંગળવારે ઝડપાયેલા ચાર આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને નામ બહાર આવ્યા છે. ભરતસિંહ ઝાલા અને ઈન્દ્રવદન વાળા નામના બે શખ્સોએ જ દિલ્હીની ગેંગ પાસેથી પ્રશ્નપત્રની ઉત્તરવહી લઈને ઉમેદવારોને આપી હતી. ત્યારે હવે આ કેસમાં યશપાલ, નિલેશ નહીં પરંતુ આ બે લોકો મુખ્યસુત્રધાર હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

  ચાર આરોપીઓને સાક્ષી બનાવવા તજવીજ

  ગાંધીનગર પોલીસે ભાજપના કાર્યકર મનહર પટેલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભાજપના કાર્યકર એવા મનહર પટેલના ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા જ્યેન્દ્ર રાવલ સહિત સંદીપ ચૌધરી, ભરત ચૌધરી તથા નવાભાઈ વાગડીયાની અટકાયત કરી હતી આ ચારે જણાને સાક્ષી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

  આરોપીઓને બાયરોડ દિલ્હી લઈ જવાશે

  પોલીસ દ્વારા હવે આ કેસમાં આરોપીઓને તપાસ માટે વિવિધ સ્થળે લઈ જવાશે. જેમાં પેપર જોવા ગયા હતા ત્યાં દિલ્હી પણ બાયરોડ આરોપીઓને લઈ જવાશે. તમામ જગ્યાએ આરોપીઓને સાથે રાખીને પોલીસ તપાસ કરશે. આ સાથે તેમની સાથે અન્ય કોણ-કોણ ઉમેદવાર હતા તે અંગે પણ તપાસ હાથ ધરાશે.

  ઉમેદવારોને રૂ. 1 હજાર ચૂકવવા રજૂઆત

  ઉમેદવારોને રૂપિયા એક હજાર ચૂકવવા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે લોકરક્ષકની પરીક્ષાની નવી તારીખ ત્વરિત જાહેર કરવી જોઇએ.

  ડીજીપી ઝા અને વિકાસ સહાયને સીએમઓનું તેડું

  કેબિનેટ બાદ પણ સીએમઓમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથને ગાંધીનગર એસપી મયૂર ચાવડાને બોલાવીને તપાસની તમામ ગતિવિધિઓની માહિતી મેળવી હતી ત્યારબાદ ડીજીપી શિવાનંદ ઝા અને લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને બોલાવાયા હતા. આ બંને અધિકારીઓ સાથે નવી પરીક્ષાની તારીખ અને તપાસ મામલે ચર્ચા કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ