મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ વેપારીઓએ હડતાલ સમેટી, લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ ફરી કાર્યરત

After the mediation of minister Jayesh Radadiya, merchants strike Stop

Divyabhaskar.com

Nov 10, 2018, 09:44 PM IST

ગાંધીનગરઃ હાલમાં સૌરાષ્ટ્રના તમામ યાર્ડે ભાવાંતર યોજનાને લઈને હડતાલ પર છે. જેને લઈને આજે વેપારીઓએ મંત્રી જયેશ રાદડિયા સાથે બેઠક કરી હતી, આ બેઠકમાં મંત્રી જયેશ રાદડિયાએ વેપારીઓને ખાત્રી આપી હતી કે 8 દિવસમાં સરકાર વેપારીઓ સાથે બેઠક કરશે. જયેશ રાદડિયાની ખાત્રી બાદ વેપારીઓએ હડતાલ સમેટવાની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ કાર્યરત થશે.


સૌરાષ્ટ્ર APMC એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીનું નિવેદન

સૌરાષ્ટ્ર APMC એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે સખીયાની મધ્યસ્થીને લઈને હડતાલ સમેટી લેવામાં આવી છે. ભાવાંતર યોજનાને લઈને આઠ દિવસમાં સરકાર સાથે જયેશ રાદડિયાએ બેઠકની ખાતરી આપી છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં સોમવારથી હરાજી શરૂ થશે

એકબાજુ સરકાર સાથે બેઠકની વાત તો બીજી બાજુ ધોરાજીમાં CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ભાવાંતર યોજના ખેડુતોના હિતમાં નથી ભાવાંતર લાગુ કરવામાં નહિ આવે.

X
After the mediation of minister Jayesh Radadiya, merchants strike Stop
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી