તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાંધેજામાં વરલીનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેથાપુર પોલીસે રાંધેજા માંડવી ચકલા ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપી ભીખા કચરાભાઈ સુથારને ઝડપી તેની પાસેથી વરલી મટકાનું સાહિત્ય અને રોકડા 1750 રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે આરોપી વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસની કાર્યવાહી હાથધરી હતી. પેથાપુર પીએસઆઈ એ. જી. એનુરકારની સુચનાથી તેમની ટીમ રાંધેજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,રાંધેજા ગામે માંડવી ચકલા ખાતે ભીખા કચરાભાઈ સુથાર વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે ખાનગી વાહનમાં રેડ કરતાં આરોપી વરલી મટકાનો આંક લખતો રંગેહાથ ઝડપાયો હતો. જેની પાસેથી મળેલી ચીઠ્ઠીઓમાં કલ્યાણ, મીલન અને રતન બજાર લખેલું હતું. પોલીસે તેની પાસેથી રોકડા 1950 જપ્ત કરીને આરોપી વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...