તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંત વિસ્તાર હોય ત્યાં જ મહિલા અને દિવ્યાંગ મતદાન મથકો નિયત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની તમામ 5 વિધાનસભા મત વિસ્તારમાં દરેકમાં 5 મહિલા અધિકારી, કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવનાર છે. જ્યારે દરેક વિધાનસભા વિસ્તારમાં 1 દિવ્યાંગ અધિકારી, કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે ઉપરોક્ત મતદાન મથકો સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ વિસ્તારમાં નહીં આવતા સ્થળ પર જ નિયત કરાયા છે. આવા મતદાન મથકો પર સુરક્ષા, સુવિધા, પરિવહન અને સંદેશા વ્યવહારની સંપૂર્ણ વ્યવસ્થા ચકાસી લેવામાં આવી છે.

દહેગામમાં મથક નંબર નાંદોલ-1, નાદોલ-6, દહેગામ-14, દહેગામ-15, દહેગામ-19, ગાંધીનગર દક્ષિણમાં આલમપુર-1, ઉશનપુર મોટા-1, મગોડી-2, રાંદેસણ-2, તારાપુર-1 જ્યારે ગાંધીનગર ઉત્તરમાં મતદાન મથક નંબર 9, 15, 40, 61 અને 138, માણસામાં ઉમિયાનગર, ગુલાબપુરા-2, માણસા 25, માણસા 26 અને ભીમપુરા તથા કલોલમાં મતદાન મથક નંબર 16, 35, 40, 53 અને 80નો સમાવેશ કરાયો છે. તો દિવ્યાંગ મતદાન મથક માટે જે મથક પસંદ કરવામાં આવ્યા છે.

તેમાં દહેગામમાં હાલિશા, ગાંધીનગર દક્ષિણમાં આલમપુર, ગાંધીનગર ઉત્તરમાં મતદાન મથક નંબર 46, માણસામાં મંડાલી-2 અને કલોલમાં 36 નંબરના મતદાન મથકનો સમાવેશ કરાયો છે.

જિલ્લાની તમામ 5 વિધાનસભા મત વિસ્તારમાં દરેકમાં 5 મહિલા અધિકારી, કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવનાર છે. જ્યારે દરેક વિધાનસભા વિસ્તારમાં 1 દિવ્યાંગ અધિકારી, કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે.આ અંગે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામા આવ્યુ છે. અને તે અનુસાર જ આગામી ચૂંટણી દરમિયાન કામગીરી કરવામા આ‌વશે તેમ જાણવા મળી રહ્યુ છે. અને તે મુજબ કામ થાય છે.

અન્ય સમાચારો પણ છે...