તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોઇલ હેલ્થ કાર્ડ થકી ખેડૂત જમીનની તંદુરસ્તી જાણી વધુ પાક ઉત્પાદન મેળવી શકે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત સરકારની ટીમ દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ યોજના સંદર્ભે જિલ્લાના વાંસદા તાલુકાના આંબાબારી તથા જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી-15થી સમગ્ર દેશમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂક્વામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની માટીની ચકાસણી કરી જુદા જુદા 12 ઘટકોનો રિપોર્ટ કરવામાં આવે છે. આ સોઇલ હેલ્થ કાર્ડ થકી ખેડૂત પોતાની જમીનની તંદુરસ્તી જાણી અને જરૂરી માત્રામાં જ રાસાયણિક ખાતરોનો વપરાશ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે અને બિનજરૂરી ખાતરો પાછળનો ખર્ચ ઘટાડી વધારે આવક મેળવી શકે છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે મોડલ વિલેજ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. જેમા તાલુકાનુ એક ગામ પસંદ કરી તેના તમામ ખેડૂતોના માટીના નમૂના લઇ તેના હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ ચાલુ વર્ષે થયેલી કામગીરીની ચકાસણી કરવા માટે ભારત સરકાર તરફથી સોઈલ સર્વે ઓફિસર ડો.એસ.પી.સિંઘ તથા વી.પી. પટેલ, નાયબ ખેતી નિયામક(ભૂ.સં.), ગાંધીનગર દ્વારા જિલ્લાના વાંસદા તાલુકાના આંબાબારી તથા જલાલપોર તાલુકાના ભુતસાડ ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી યોજનાથી તેઓને થયેલા લાભો અંગે પાયાની માહિતી લેવામાં આવી હતી. આ યોજના હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ.આર.ગજેરા તથા ખેતીવાડી ટીમ દ્વારા જિલ્લાના ખેડૂતોના હિતાર્થે સ્થળ ઉપર કરવામાં આવેલી ખૂબ જ સારી અમલવારીથી તથા ખેડૂતોમાં આ યોજના બાબતની જાગૃતિથી ભારત સરકારની ટીમ ખૂબ જ પ્રભાવિત થઇ હતી અને થયેલી કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા.

ડો. સંઘે જણાવ્યું હતું કે આવી પદ્ધતિસરની અમલવારી અને ખેડૂતોમાં જાગૃતિ જો સમગ્ર દેશમાં આવે તો દેશની ખેતીલાયક જમીનો રાસાયણિક ખાતરોના અણસમજપૂર્વકના વપરાશને કારણે બગડતી અટકાવી શકાય અને જમીનની તંદુરસ્તી સુધારી શકાય એમ છે.

ભૂતસાડ ગામે સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ થયેલી કામગીરીની ચકાસણી અર્થે મુલાકાત લેતા અધિકારીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો