પાટનગરમાં પાણીની પારાયણ: સેક્ટર 24માં મેયરના પતિ અને કોર્પોરેટરના પતિનો ઘેરાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાં પાણીની સમસ્યા નહીં હોવાનું બયાન મેયર રીટાબેન પટેલ આપી ચૂક્યા છે. પરંતુ સેક્ટર 24માં સહયોગ એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારમાં પુરતુ પાણી આવતું નથી. સચ્ચાઇ દર્શાવવા મંગળવારે મેયરને સ્થળ પર બોલાવાયા ત્યારે મેયરના બદલે તેમના પતિ કેતનભાઇ અને સ્થાનિક કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના બદલે તેમના પતિ કનુભાઇ સ્થળ પર પહોંચતા રોષિત રહેવાસીઓએ ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે જણાવ્યું કે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને જન આંદોલન છેડાશે, મુખ્યમંત્રીએ પાણીના મુદ્દે બેઠક બોલાવી ત્યારથી પદ્દાધિકારીઓ સમસ્યા નહીં હોવાના જુઠ્ઠા નિવેદનો કરે છે, પરંતુ સત્ય જુદું છે. જુના સેક્ટરોમાં ખાસ કરીને સેક્ટર 24 અને 25માં સ્થિતિ ગંભીર છે. 4 મહિનાથી રજૂઆતો કરાઇ રહી છે છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી.

રોષ : મુખ્યમંત્રીએ પાણીના મુદ્દે બેઠક બોલાવી ત્યારથી પદાધિકારીઓ સમસ્યા નહીં હોવાના જુઠ્ઠાં નિવેદનો કરે છે : સ્થાનિકો
પાણીએ જરૂરિયાત રાજકારણ ન કરવું જોઇએ
પાણી એ પ્રાથમિક જરૂરત અને તંત્રની જવાબદારી છે, આ મુદ્દે રાજકારણ રમવું જોઇએ નહીં. સેક્ટર 24માં અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી છે, પ્રેસરની સમસ્યાનું નિરાકરણ ઝડપથી થશે અને ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કર મોકલાશે. રીટાબેન પટેલ, મેયર

ચૂંટણીના દિવસોમાં પાણી આવતું હતું
હાલ પાણી નથી આવતું, ચૂંટણી સમયે સમસ્યા ન હતી. 4 ડોલ પાણી માટે મોટર ચલાવવી પડે છે, વધુ સમય ચલાવીએ તો મોટર બળી જાય છે. વાસંતીબેન પરમાર, શિક્ષિકા

કોર્પોરેટરને ફરિયાદનો કોઇ અર્થ જ નથી
પાણીના આ મુદ્દે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. ખરેખર તો કોર્પોરેટર કે પાટનગર યોજના વિભાગને ફરિયાદ કરવાનો કોઇ અર્થ સરતો નથી. વાલીબેન પરમાર, ગૃહિણી

ટેન્કર એ કંઇ સમસ્યાનો ઉકેલ નથી
પાટનગર છે, છતાં છેલ્લા એક પખવાડિયાથી ન્હાવાના પાણી માટે પણ રેશનિંગની નોબત આવી ગઇ છે, ટેન્કર એ સમસ્યાનો ઉકેલ તો નથી જ. ચંદ્રિકાબેન આસોડિયા, ગૃહિણી

ટેન્કર શરૂ નહીં થાય તો જન આંદોલન થશે : કોંગી કોર્પોરેટર
અન્ય સમાચારો પણ છે...