તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડવાસાથી 700 લીટર દારૂ અને 3400 લીટર વોશ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ પોલીસે વડવાસા ગામેથી 700 લીટર દેશી દારૂ અને 3400લીટર દેશીદારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે. પોલીસે રેડ કરતા આરોપી પ્રહલાદ રાઘાજી ઠાકોર ફરાર થઈ ગયો છે. જેને પગલે પોલીસે તેની સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વડવાસા ગામે રહેતો પ્રહલાદ રાઘાજી ઠાકોર ગામની સીમમાં નદી કિનારે દેશીદારૂ ગાળવાની પ્રવૃતિ કરે છે.

પોલીસે દેશીદારૂ ગાળવાના અડ્ડા પર રેડ કરતાં આરોપી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર તપાસ કરતાં 17 જેટલા પ્લાસ્ટિક અને પતરાના પીપ મળી આવ્યા હતા. જેમાં 3400 લીટર દેશી દારૂગાળવાનો વોશ હતો. જેમાંથી સેમ્પલ લઈને પોલીસે 6800ની કિંમતના આ વોશનો નાશ કરી દીધો હતો. પોલીસે પાસે જ પડેલા કેરબા તપાસ કરતાં 20 કેરબા મળી આવ્યા હતા જેમાં 14000 હજારની કિંમતનો 700 લીટર દેશી દારૂ હતો. જે કબ્જે લઈને પોલીસે ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ આ રીતે દારૂની ખેપ કરતાં કેટલાંક શખસો ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે હવે ફરી આવી પ્રવૃત્તિ શરૂ થતાં પોલીસે તેની સામે પગલાં લેવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...