તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસણા ચૌધરી પાસે લોડિંગ રિક્ષા પલટી જતા એકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકાના વાસણા ચૌધરી કાનપુર તરફના રોડ પરથી પસાર થતી લોડિંગ રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. ઇજાગ્રસ્ત ચાલકનું મોત નિપજતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર તાલુકાના કાનપુર ગામે ઠાકોર વાસમાં રહેતાં કાળાજી સોમાજી મકવાણા (ઠાકોર) તેમની લોડિંગ રીક્ષા લઇ વાસણા ચૌધરી તરફથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે તેમણે રીક્ષા પરનો કાબૂ ગુમાવી દેતાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી કાળાજીને શરીરે ગંભીર ઇજાઓ થતાં છાલા ગામના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અર્થે 108માં લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ટ્રાન્સફર કરાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે દહેગામ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...