તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માટી ભરવા મામલે મજાક કરતાં વજાપુર ગામમાં યુવકને માર મરાતા ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાના વજાપુર ગામે જાહેર રસ્તામાંથી માટી ભરવાની ના પાડતા યુવક પર હુમલાની ઘટના બની છે. ગામના જ દંપતીએ પુત્ર સાથે મળી યુવકને દંડા વડે તથા ગડદાપાટુનો માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

વજાપુરા ગામે સધીમાતાવાળા વાસમાં રહેતાં 30 વર્ષિય યુવક મહેશજી મકવાણાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તે જતો હતો ત્યારે ગામના જશીબેન વિહાજી ઠાકોર રસ્તા પર ટોકરમાં માટી ભરતા હતા. જશીબહેને યુવકને ટોકર ઉપાડવા માટે બોલાવતા યુવકે ટોકર ઉપડાવતા જશીબહેનને મજાકમાં ‘આ રસ્તા વચ્ચે માટી લઈ ખાડા પાડો છો તો માણસો ક્યાં ચાલશે’ કહીં ઘરે આવી ગયો હતો. મોડી સાંજે પોણા સાત વાગ્યાના સુમારે જશીબેન તેમના પતિ વિહાજી સોમાજી ઠાકોર તથા તેમનો દીકરો ભરતજી યુવકને ઘરે આવ્યા હતા.

બાદમાં જશીબહેન ‘રસ્તો તારા બાપનો છે તો માટી ભરવાની ના પાડતો હતો’ કહીં ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ ભરતજી અને જશીબહેને ડંડા વડે જ્યારે વિહાજીએ યુવકે ગડદાપાટુનો મારમાર્યો હતો. બૂમાબૂમ થતા દોડી આવેલા લોકોએ યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. જે બાદ તેને ગાંધીનગરની સિવિલમાં ે લઈ જવાયો હતો.

યુવકની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ત્રણેય સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો