તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાયણમાં દારૂ વેચીને કમાણી કરવાનું મોંઘું પડી ગયું: બે શખ્સો LCBના હાથે પકડાઈ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વને પગલે ઇંગ્લીશ દારૂની ખેપ મારતા બે શખસોને વિદેશી દારૂ સહિત રૂપિયા 3.70 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે. જેમાં ઉવારસદ ચોકડી પાસેથી નંબર વગરની રીક્ષામાં ખાનગી ખાનું બનાવી વિદેશી દારૂની ખેપ મારતો શખ્સ પણ હતો. જ્યારે કુડાસણ ચોકડી પાસે મારૂતીવાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 391 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સહિતના મુદ્દામાલને જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વમાં વિદેશી દારૂની ડિમાન્ડ સૌથી વધુ રહેતી હોય છે. આથી ખાનગી રાહે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરતા બુટલેગરો પણ સક્રિય થયા છે. જોકે પોલીસના કડક ચેકિંગમાંથી બચવા માટે ઇંગ્લીશ દારૂની ખેપ મારવા અવનવી તરકિબો અજમાવતા હોય છે. ઉવારસદ ચોકડી પાસેથી પસાર થતી નંબર વગરની રીક્ષાનું ચેકિંગ કરતા ખાનગી ખાનામાંથી રૂપિયા 62, 800 કિંમતની વિદેશી દારૂની 229 નંગ બોટલ અને રૂપિયા 1000 કિંમતની 100 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે લોડીંગ રીક્ષા ચાલક વિક્રમ હંસરાજભાઇ પ્રજાપતિ રહે.માધુપુરા પોલીસ ચોકી પાસેના છાપરા, શાહિબાગ, અમદાવાદની ધરપકડ કરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે લોડીંગ રીક્ષા સહિત કુલ રૂપિયા 2.13 લાખનો મુદ્દામાલને જપ્ત લઇને લોડીંગ રીક્ષા ચાલક શખસની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોબા સર્કલથી શાહપુર સર્કલ સુધીના સર્વિસ રોડ ઉપર કુડાસણ ચોકડી પાસે જીજે-18-એએમ-7427 નંબરની મારૂતીવાનમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી.

મારૂતીવાનમાંથી રૂપિયા 64800 કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ162 અને રોકડ રૂપિયા 41300, રૂપિયા 1000ની કિંમતનો એક નંગ મોબાઇલ તેમજ રૂપિયા 50000 કિંમતની મારૂતીવાન સહિત કુલ રૂપિયા 1.57 લાખના મુદ્દામાલ સાથે ભંવરલાલ ગીરધારીલાલ યાદવ રહે. નવરત્ન હોટલ ચિલોડા-નરોડા રોડ, મોટા ચિલોડા, જિલ્લો ગાંધીનગરની ધરપકડ કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉત્તરાયણ પર્વમાં ઇંગ્લીશ દારૂની ડિમાન્ડ રહેતી હોય છે. વિદેશી દારૂની ખેપ મારતા બે શખસોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરગાસણ ચાર રસ્તા અને કુડાસણ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...