તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુડાસણ રિલાયન્સ ચોકડી પાસે સટ્ટો રમતા બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં કુડાસણ વિસ્તારમાં દુકાન પાસે બેસીને સટ્ટો રમતા બે યુવકોને ઈન્ફોસિટી પોલીસે ઝડપી લીધા છે. પોલીસે રિલાયન્સ ચોકડી પ્રમુખ આર્કેડ-1 કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન નજીકથી ઝડપાયેલા બંને આરોપી પાસેથી બે મોબાઈલ, રોકડા 7650 મળી કુલ 14152ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડૉ. જે. બી. પંડીતના માર્ગદર્શનમાં તેમની ટીમ સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રિલાયન્સ ચોકડી પ્રમુખ આર્કેડ-1 કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મહાકાલ એન્ટરપ્રાઈઝ (દુકાન નંબર બી-36)ની બહાર બેસી બે શખ્સો આઈપીએલ મેચ પર સટ્ટો રમે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં બે યુવકો મોબાઈલ એપ્લિકેશન પર મુંબઈ અને રોયલ ચેલેન્જર બેંગાલુરુ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે રાજકુમાર નટવરલાલ સોલંકી (30 વર્ષ, રહે-મકાન નં-97, સહકાર કોલોની, સે-25) તથા કુંજેશ નિરંજનભાઈ સોલંકી (21 વર્ષ, રહે: સે-13 બી બ્લોક નં-1/8 પારીજાત એપાર્ટમેન્ટ)પાસેથી રોકડા અને મોબાઈલ મળી કુલ 14152ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...