તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિકઅપ ડાલામાં લઇ જવાતા પશુ સાથે બે શખ્સની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામના બિલમણા પાસે રખિયાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રે તાલુકાના વાસણા ચૌધરી, બિલમણા રોડ પર નાઈટ રાઉન્ડમાં હતો. તે દરમ્યાન બિલમણા પાસેથી પીકઅપ ડાલુ પસાર થતા પોલિસે તેને રોકયું હતું. જેમાં પાછળના ભાગે જોતા ઘાસચારા કે પાણીની સગવડ વિના જ ક્રૂરતાપૂર્વક એક ભેંસ અને પાડા સહીત નવ પશુ ભરેલા હતા. જેથી તેમાં બેસેલા ચાલક જમાલપુરમાં જમાતની ચાલીમાં રહેતા શાહરૂખખાન શેખ તથા ઇસ્માઇલ શેખને વાહન સહિત 2.8 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...