ચંદ્રાલા નજીક લક્ઝરીમાંથી 26 હજારના દારૂ સહિત બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિલોડા પાસેથી બે દિવસ પહેલાં એલસીબીએ લકઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપ્યા બાદ ચિલોડા પોલીસે પણ લક્ઝરી બસમાંથી લઈ જવાતો દારૂ પકડી પાડ્યો છે.

પીઆઈ વાય. આર. વાઘેલાની ટીમે કોમ્બિંગ નાઈટમાં ચંદ્રાલા ગામની સીમ પાસે લક્ઝરી બસ ઝડપી પાડી હતી. RJ-14-PD-9696 નંબરની બસમાંથી પેસેન્જરને બસમાંથી ઉતારી ચેક કરતાં પાછળના ભાગે આવેલી ડેકીમાંથી વિદેશી દારૂની 32 બોટલો તથા બીયરના 5 ટીન મળી આવ્યા હતા. દારૂના જથ્થા ગણપતસિંહ મોહનસિંહ રાવત (રહે- શેમલાકા બાડીયા ગામ, ભીલવાડ રાજસ્થાન) અને સુખવીરસિંહ રાવત (રહે-કેસપુરા, રાજસમન્દ, રાજસ્થાન) ઝડપાઈ ગયા હતા. પોલીસે 26,646નો દારૂ અને 20 લાખની કિંમતની લક્ઝરી બસ મળી કુલ 20,26,646નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપી વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...