Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમીયાપુરમાં પરીણિતાને મેસેજ કરવા બાબતે મારામારી
અમીયાપુર ગામે પરણિતાને મેસેજ કરવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બે જૂથ લાકડી, ધારિયા, ધોકા લઈ સામસામે આવી જતા ગામમાં અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. જે અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં સામસામે કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે.
અમીયાપુરના મોટાવાસમાં રહેતાં ગૌતમ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ હોળીના દિવસે ગામનો સુમીત મફાજી ઠાકોર ફરિયાદીની પત્ની સાથે વાત કરતો હતો. જે અંગે ફરિયાદી પૂછતા સુમીતે વ્યવસ્થિત જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ ઘરે વાત કરતાં તેના પિતા અને કુંટુંબી કાકા સુમીતના ઘરે જઈને ઠપકો આપ્યો હતો. જે બાદ બીજા દિવસે બુધવારે સુમીતે પ્રેમનું સ્ટેટસ મૂકતા ફરિયાદીનો નાનો ભાઈ અર્જૂન સુમીતને કહેવા જતા સુમીત, તેના પિતા મફાજી છબુજી ઠાકોર, ખોડાજી રાયચંદજીએ ભેગા મળીને ફરિયાદીના ભાઈ તથા કાકાને માર માર્યો હતો. સામે પક્ષે મફાજી છબુજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ 10 માર્ચે ગામના રસિક ઠાકોર પરિવાર સાથે આવીને સુમીત દીકરાની વહુને મેસેજ કરતો હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીએ પુત્રનો ઠપકો આપી મામલો શાંત પાડ્યો હતો. બીજા દિવસે સવારે કાળાજી અમથાજી ઠાકોર, ગીતાબેન કાળાજી ઠાકોર, અર્જુન, તથા ગૌતમ તમામ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ‘કેમ તમારો છોકરો મેસેજ કરે છે’ કહીં ગાળાગાળી કરી હતી. જે બાદ તેઓએ લાકડીઓ પાઈપો વડે ફરિયાદી સહિતના પરિવારને માર માર્યો હતો.
અડાલજ પોલીસ સ્ટેશનમાં કુલ 7 સામે ફરિયાદ