તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઉત્તરાયણ : પાટનગરમાં આકાશી યુદ્ધ જામશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરસંક્રાતિના દિવસે સેવાભાવી સંસ્થાઓ તેમજ લોકો દ્વારા ગરીબ તેમજ જરૂરીયાતમંદોને બોર, શેરડી, ચિક્કી, તલસાંકળી, અનાજ, કપડાં, બિસ્કીટ, શેરડી, કચરીયા સહિતનું દાન કરતા હોય છે.

હિન્દુશાસ્ત્રોમાં તહેવારો અને પર્વોનું વિશેષ મહત્વ રહેલું છે. આથી ધર્મપ્રેમી લોકો દ્વારા મંદિરોની બહાર બેઠેલા ગરીબો તેમજ ભિક્ષુકોને દાન કરતા હોય છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાળકો અને યુવાનો સહિત પતંગ રસિયાઓ ધાબા ઉપર પતંગ ચગાવીને અન્યની પતંગ કાપીને તહેવારની ઉજવણી કરશે. જેને પરિણામે નગરના ધાબાઓ લપેટ.. લપેટ… કાપ્યો છે… સહિતના નાદથી ગુંજી ઉઠશે. જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરચક બની જશે. પતંગ ચગાવવાની સાથે સાથે લોકો ઉંધીયું જલેબી, ચિક્કી, બોર, શેરડી સહિતની જયાફત ઉડાડશે. જ્યારે સંગીતના તાલે પતંગોત્સવની ઉજવણીની મજા અબાલવૃદ્ધ માણશે.

પાટનગરમાં સોમવારે સવારથી જ પતંગ બજારમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં
ઉત્તરાયણ નિમિત્તે નગરના સેક્ટર-21, 7 અને 24 તેમજ દહેગામ, કલોલ અને માણસા સહિતના વિસ્તારોમાં પતંગ અને દોરીની સાથે માસ્ક, ચશ્મા, ટોપીઓ, સેફ્ટી પટ્ટીઓની ખરીદી થઈ હતી.

પર્વમાં રાખવાની કાળજી
ગાયોને માત્ર સુકોચારો જ ખવડાવવો : પશુપાલન અધિકારી
દાન-પૂણ્યના મહિમાને લીધે ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ગાયોને લીલોચારો, ગોળ, લાડુ, ઘૂઘરી, અનાજ સહિત ખવડાવતા હોય છે. આથી ગાયને આફરો ચઢવો તેમજ અપચાથી ગાય મૃત્યુ થવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. આથી ગાયોને માત્ર સુકોચારો નિરણ કરવા જિલ્લા પશુપાલન અધિકારી ડો. આર.વી.પ્રજાપતિએ જણાવ્યું છે.

આકાશ વાદળોથી ઘેરાતા પતંગ રસિયાઓમાં જોવા મળતી ચિંતા
હવામાનમાં આવેલા નાટ્યાત્મક બદલાવથી માત્ર ચોવીસ કલાકમાં જ નગર અને જિલ્લાનું આકાશ વાદળોથી ભરચક બની ગયું હતું. વાદળોની હાજરીની સાથે સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા પતંગરસિકોના મોઢા ઉપર ચિંતાના વાદળો જોવા મળતા હતા. સવારથી આકાશમાં વાદળોની જમાવટને પગલે નગરના વાતાવરણમાં દિવસભર ધુમ્મસ જોવા મળતું હતું. આજ મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં 80 લાખના પતંગ-દોરીનું વેચાણ
ચાલુ વર્ષે દોરી કે પતંગના ભાવમાં વધારો નથી. પરંતુ છેલ્લા એક સપ્તાહથી પતંગ-દોરીના વેચાણની ઘરાકી માત્ર 40 ટકા જ રહી હોવાનું છેલ્લા 20 વર્ષથી પતંગ-દોરીનું વેચાણ કરતા વેપારી કરતા ગોવિંદભાઇ પટણીએ જણાવ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં અંદાજે 80 લાખના પતંગ-દોરીનું વેચાણની આશા વેપારી સંજયભાઇએ વ્યક્ત કરી હતી. પતંગ-દોરીની સાથે સાથે પતંગ રસિકો દ્વારા ગોગલ્સ, અવનવા માસ્ક, ટોપીની ખરીદી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો