તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગર પાસેના ડભોડિયા દાદાને આજે તેલનો મહાઅભિષેક કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂતિનંદન, કેસરી નંદન અને અંજની પુત્ર સહિતના નામોથી ઓળખાતા રામ ભક્ત હનુમાનજીના જન્મ દિવસની 19મીએ જિલ્લામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે. જિલ્લા તથા શહેરના હનુમાન મંદિરોમાં મારૂતિયજ્ઞ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, અન્નકૂટ અને હવનના કાર્યકર્મોનું આયોજન કરાયું છે. ડભોડીયા હનુમાન મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં બર્થ ડે કેક, તેલનો અભિષેક અને યજ્ઞ યોજાશે. ઉપરાંત ગામમાં યોજવામાં હનુમાનજીની ભવ્ય શોભાયાત્રામાં સેંકડો ભાવિકો જોડાશે.

ડભોડીયા હનુમાનજી મંદિરે શુક્રવારે સવારે 5 વાગે મારૂતિ યજ્ઞ યોજવામાં આવ્યા બાદ સવારે 8:30 વાગે 1111 તેલના ડબાનો અભિષેક કરવામાં આવશે. જ્યારે સવારે 9:30 વાગ શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાર બાદ સવારે 11:45 વાગે ધજા ચઢાવાશે. જ્યારે બપોરે 12 વાગે મહા આરતી અને ત્યાર બાદ 12:30 વાગે 151 કિલોની બર્થ ડે કેક કાપવામાં આવશે.

માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શહેરમાં વેપારી એસોસીએશન દ્વારા નવચંડી યજ્ઞ, ઝુંડાલ હનુમાનજી મંદિરે અન્નકૂટ, મારૂતીયજ્ઞ યોજાશે. છાલા ગામે હનુમાનજીની શોભાયાત્રા યોજાશે.

દર્શને 3.50 લાખ ભાવિક ઉમટવાનો અંદાજ
ડભોડિયા હનુમાન મંદિર કાર્યાલયના સુત્રોના જણાવવા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ થશે. 24 કલાકમાં 3. 50 લાખ ભાવિકો આવવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. વહાલી સવારે 5 વાગ્યાની આરતીમાં પણ 5 હજારથી વધુ શ્રદ્ધાળુ ઉપસ્થિત રહેશે. બપોરે 35 હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે, તેમના માટે 1500 કિલો બુંદીનો પ્રસાદ બનાવાશે. 250થી વધુ સ્વયં સેવકો અને 50થી વધુ પોલીસ જવાનો અહીં 24 કલાક માટે ખડે પગે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...