તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ચૂટણી ખર્ચના હિસાબો રજૂ કરવાની ઉમેદવારોને તાકીદ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનું આદર્શ પાલન થાય અને કોઇ પ્રકારે નિયમ ભંગ થાય નહીં તેના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવાઇ છે અને તેઓ ફરજ પર હાજર થઇ ગયા છે. સાથે જ તારીખ 12મીએ પ્રથમ સપ્તાહના ખર્ચના હિસાબો રજૂ કરી દેવા ચૂટણી જંગમાં ઉતરેલા ઉમેદવારોને જાણ કરી દેવાઇ છે. જોકે ચૂંટણી પ્રચાર ખર્ચ સંબંધમાં આચાર સંહિતાનો ભંગ થયાની તંત્રને હજુ સુધી કોઇ જ ફરિયાદ મળી નથી. દરમિયાન કેન્દ્રીય ખર્ચ નિરિક્ષકો દ્વારા સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક થઈ છે અને અત્યાર સુધી થયેલી કામગીરીની સમિક્ષા કરી લેવાઇ છે. નિરિક્ષકોએ અધિકારીઓને કોઇ સમસ્યા થાય તો સંપર્ક કરવા પણ કહ્યું છે.

ગાંધીનગર લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકની અને તેમને મદદરૂપ થવા લાયઝન અધિકારીઓની નિમણુક કરાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ગાંધીનગર, કલોલ, સાણંદ માટે નિરીક્ષક તરીકે રાજકુમાર (૯૯૬૯૨૩૮૩૫૦)ની અને લાયઝન અધિકારી માટે નીતિન રોહિતની નિમણૂક કરાઇ છે. ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે પ્રશાંત શુકલા (૮૦૦૭૯૪૮૫૧૬) અને લાયઝન અધિકારી તરીકે ડી એમ પંજવાણી અને રત્નમ આર આસિસ્ટન્ટ લાયઝન અધિકારી તરીકે કામ કરશે. ગાંધીનગર-ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રપાલ સિંઘ (૯૯૧૫૨૧૮૦૦૧) અને લાયઝન અધિકારી તરીકે બી એમ પટેલ રહેશે.ે નારણપુરા, સાબરમતી મતદાર વિભાગ માટે હરેન્દ્રસિંઘ (૯૪૧૨૨૪૧૧૨૨) નિરીક્ષક તરીકે અને તેજસ પટેલ લાયઝન અધિકારી તરીકે કામ કરશે.

સમિક્ષામાં ક્યા મુદ્દા આવરી લેવાયા હતા
જિલ્લામાં ભયમુક્ત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે પોલીંગ સ્ટેશન, તાલીમ, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલા મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગટીમ, એમસીસી, ફલાઇંગ સ્કવોડ, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્લીપ સહિતની વિગતો અને ચૂંટણીઓની તૈયારીઓની માહિતી ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ મેળવી હતી.

મીડિયા મોનીટરિંગ સેન્ટરની મુલાકાત લીધી
ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ સેન્ટર પર પહોંચીને પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતાં સમાચારો સહિતની મોનીટરીંગ વ્યવસ્થા અંગે એમસીએમસીના સભ્ય સચિવ પાસેથી જિલ્લાના અખબારો અને ઇલેકટ્રોનિક મીડિયાની ગુજરાતી સમાચારની ચેનલોના મોનીટરીંગ અને એડ ન્યુઝ તથા પેઇડ ન્યુઝની મોનીટરીંગ વ્યવસ્થાની માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...