સહકાર કોલોનીમાં સમસ્યાઓના ઉકેલ માટે તંત્રના આંખ આડા કાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેક્ટરોમાં સ્ટ્રીટ લાઇટ, સોલર લાઇટ, ગટર, પાણી સહિતની સુવિધાઓ આપ્યા બાદ તેનું યોગ્ય મેઇન્ટેનન્સ નહી થતા સેક્ટર-25ની સહકાર કોલોની સોસાયટીની હાલત દયનીય બની રહી છે. સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા નાની મોટી ચોરીના બનાવો બનતા હોવા છતાં સઘન પેટ્રોલીંગ કરાતું નથી. સેક્ટરની સમસ્યાઓનો અંત લાવવા રહીશોએ માંગ કરી છે.

સ્ટ્રીટ લાઇટ, ગટર ઉભરાવી, સ્વચ્છતા સહિતની સમસ્યા યથાવત્
રાજ્યના પાટનગરને એક થી ત્રીસ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે. સેક્ટરોમાં પાટનગર યોજના વિભાગ દ્વારા ગટર, પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ગટર, પાણીના નિયત વેરાની એડવાન્સ વસુલાત પણ કરાય છે.

સમયાંતરે સુવિધાને પગલે સ્થાનિક લોકો પાસેથી માહિતી લઇને તેનું નિવારણ કરાતું નથી. આથી સેક્ટરોમાં ઉભી કરાયેલી સુવિધાઓ હાલમાં હાલક ડોલક જેવી સ્થિતીમાં આવી ગઇ છે. સેક્ટરોમાં પુરતા ફોર્સથી પાણી નહી આવતા સેક્ટરોવાસીઓની હાલત કફોડી બની રહી છે. ગટરો જમીનમાં બેસી જવાથી આસપાસ ખાડા પડી જવાથી બાળકો માટે જીવલેણ બની શકે તેમ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી નાની મોટી ચોરીના બનાવો બની રહ્યા છે. તેમ છતાં નિયમિત પોલીસ પેટ્રોલીંગ પણ કરવામાં આવતું નથી. સોસાયટી છેવાડી હોવાથી સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા રાત્રીના સમયે વડિલો, મહિલાઓ અને બાળકોને માટે અસલામતી સમાન બની રહે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સેક્ટરના આંતરીક માર્ગો મગરનીપીઠ જેવા બની ગયા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. સોસાયટીની માળખાકિય સુવિધાઓની સમસ્યાઓ અંગે સબંધિત તંત્રને અવાર નવાર જાણ કરવા છતાં કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...