તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેઈટિંગ લિસ્ટ શૂન્ય કરવા શહેરમાં નવા 560 સરકારી આવાસ બંધાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | પાટનગરમાં નોકરી કરતા કર્મચારીઓની સંખ્યાની સામે સરકારી આવાસની ઘટને પુરવા અને પ્રતિક્ષા યાદીને શૂન્ય કરવા માટે હાથ ધરાયેલી આ યોજના અંતર્ગત નવા ટેનામેન્ટના બદલે એપાર્ટમેન્ટ બાંધવા યોગ્ય સ્થળની પસંદગીનો સવાલ ઉકેલાયો છે. સેક્ટર 5ની પસંદગી કરાયા પછી હવે સેક્ટર 6માં નવા એપાર્ટમેન્ટ બંધાશે. જ્યાં 560 જેટલા આવાસ માટે વિભાગે આયોજન કરી લીધું છે.તેના કારણે આગામી સમયમાં શહેરમાં નવા આવાસો જોવા મળશે.

સેક્ટર 30માં વધુ ટાવર બાંધવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે
આ અંગે વિભાગે સેક્ટર 29 અને સેક્ટર 7માં બી અને સી પ્રકારના ફ્લેટ ટાઇપ આવાસ માટે 7 માળના ટાવર બાંધ્યા છે અને તેની ફાળવણી કરી દેવાઇ છે. સેક્ટર 30માં વધુ ટાવર બાંધવાની કામગીરી ચાલુ રાખી છે.

ભૂકંપ પ્રતિરોધક બાંધકામ સાથે રાંધણ ગેસ પાઇપલાઇન, ગાર્ડન, લિફ્ટ્સ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વાહન પાર્કિંગ સહિતની સુવિધા શરૂઆતી આયોજનમાં જ સમાવી છે. પરિણામે કર્મચારીઓના પરિવારને પણ વ્યાપક અનુકૂળતા મળશે.

પ્રથમ તબક્કે 2 હજાર જેટલા બિસ્માર આવાસ તોડી પાડીને નવા આવાસ માટે જરૂરી જમીન હાથવગી કરાયા પછી ફ્લેટ ટાઇપ આવાસ યોજના હાથ ધર્યાના કારણે જમીનની બચત થતી હોવાથી તે જમીન આગામી દિવસોમાં ધારાસભ્યો, સંસદસભ્યો અને સનદિ અધિકારીઓને મફતના જેવા ભાવથી આપવામાં સરળતા રહેશે. 330 ચોરસ મીટર જેવા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક હેતુના પ્લોટ સાવ રાહત ભાવે આપવાની જોગવાઇ વર્ષોથી અમલમાં હોવાથી હવે શહેરના સેક્ટરોમાં ખાલી પ્લોટ પણ બચ્યા નથી.જોકે શહેરમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને આવુ આયોજન કરવામા આવ્યુ હોવાનુ પણ જણાવવામા આવ્યુ છે.

આવાસ યોજના માટે રૂપિયા 325 કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે
સરકારે ફ્લેટ ટાઇપ આવાસ માટે રૂપિયા 325 કરોડના ખર્ચને મંજુરી આપી છે અને આવાસ બાંધવાની યોજનામાં સૌ પ્રથમ નાના કર્મચારીઓ માટેના આવાસ બાંધવાનું શરૂ કરાયું છે. જેમાં દોઢરૂમ રસોડું ધરાવતા બી ટાઇપ અને 2 રૂમ રસોડુ ધરાવતા સી ટાઇપ ફ્લેટનો સમાવેશ થાય છે.

કુલ 1800ની સામે 560 ફ્લેટ બંધાઇ ગયા છે
કુલ 1770 પૈકી 560 ફ્લેટ તૈયાર કરી સેક્ટર 7માં 280 ફ્લેટની ફાળવણી કરી દીધી છે. અહીં બીજા 56 ફ્લેટ બંધાઇ રહ્યાં છે. સેક્ટર 29માં 280 ફ્લેટ તૈયાર છે, તેની ટુંક સમયમાં ફાળવણી કરાશે અને અહીં બીજા 168 ફ્લેટનું તથા સેક્ટર 30માં 336 ફ્લેટનું બાંધકામ ચાલી રહ્યું છે. તેના કારણે આગામી થોડા દિવસોમાં હવે પાટનગરમાં નવા બાંધકામ વાળા આવાસો જોવા મળી રહેશે આ માટે હાલ તંત્ર દ્વારા તમામ આયોજનોને આખરી ઓપ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો