તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-13-Bની શોપિંગ પાછળ જુગાર રમતા ત્રણ ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરમાં સેક્ટર-13-બી શોપિંગ પાછળ આવેલી ખૂલ્લી જગ્યામાં બાંકડા પર જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાઈ ગયા છે. પોલીસે ઘટના સ્થળેથી 6,460 રૂપિયા રોકડા અ્ને ત્રણ મોબાઈલ મળી કુલ 10,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જુગાર રમતા ઝડપાયેલા ત્રણ શખ્સોમાં સેક્ટર-3-બીમાં પ્લોટ નંબર-365/2 રહેતો નિરવ કેશવભાઈ લેઉવા, સેક્ટર-13 બ્લોક નંબર-74/5 બી ટાઈપમાં રહેતો જીતેશ બાલુભાઈ પટેલ અને સેક્ટર-5-સી પ્લોટ નંબર 1661/1 માં રહેતા જયેન્દ્ર નટવરભાઈ પટેલનો સમાવેશ થાય છે.

પોલીસે ત્રણેય શખ્સો સામે જુગારધાર હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સ્થળે એકાએક પોલીસે રેડ પાડતા જુગાર રમતા શખસોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. હાલ તપાસ ચાલુ છે.

ગલુદણ ગામે જુગાર રમતા બે ઝડપાયા
બીજી તરફ ગાંધીનગર તાલુકાના ગલુદણ ગામે જુગાર રમતા વિરમગામના બે શખ્સો ઝડપાયા છે. ડભોડા પોલીસે ગામની ભાગોળે વડ નીચે જુગાર રમતા વિરમગામના શંકરમુખીની ચાલી રહેતા રાજુ ગાંડાભાઈ દેવપૂજક અને સામાસૂર્યમાં રહેતા મંગા પ્રતાપભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11,240 રૂપિયા રોકડા અને 500નો મોબાઈલ જપ્ત કરીને બંને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો