તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણાસણમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખસોની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રસાસણ ગામની સીમમાં દિપેશ્વરી માતાજીના મંદિરની પાસે તીનપત્તી ઉપર રૂપિયાનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખસોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રણાસણ ગામમાં રહેતા દિલીપસિંહજી ઉર્ફે કારાજી સોમાજી ઠાકોર, કેતનજી મેલાજી ઠાકોર અને વિપુલકુમાર રમેશજી ઠાકોરને ડભોડા પોલીસે ઝડપી પાડ્યા હતા. જુગાર રમતા ત્રણેય શખસો પાસેથી પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા 13530ની મત્તા જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી કરી હતી. હેડ કોન્સ્ટેબલ વેલજીભાઇ સહિતના સ્ટાફને જુગાર રમતા ત્રણેય શખસોની અંગઝડતી તેમજ દાવ ઉપરથી રોકડ રૂપિયા 12530 મળ્યા હતા. જ્યારે રૂપિયા 1000 કિંમતના બે નંગ મોબાઇલ સહિત કુલ રૂપિયા 13530ની મત્તા જપ્ત લીધી હતી. પોલીસે આ સ્થળે દરોડો પાડી જુગારીઓને પકડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો