તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઘડ ખાતેના અગોરા મોલ પાસે ફ્લેટમાં સટ્ટો રમાડતા ત્રણ બુકી ઝડપાઈ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સુઘડ પાસે અગોરા મોલની પાછળ પાશ્વનાથ એટલાન્ટિકમાં આવેલા ઓર્ચિડ ફ્લેટમાં લાઈવ ક્રેકિટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ લોકો ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર એલસીબીએ ફ્લેટમાં દરોડો પાડી સટ્ટાનું કટિંગ લઈ રહેલા અમદાવાદના ત્રણ બુકીઓને રંગેહાથ દબોચી લીધા હતા. જેમની પાસેથી 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ગાંધીનગર LCBએ રેડ પાડીને કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીનગર એલસીબી પીઆઈ નિરજ પટેલ તથા તરલ ભટ્ટના માર્ગદર્શનમાં તેમની ટીમો જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃતિઓને ડામવા સક્રિય છે. ત્યારે ગુરૂવારે બપોરે તેમની એક ટીમ અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, સુઘડ પાસે અરોગા મોલની પાછળ પાર્શ્વનાથ એટલેન્ટિંકમાં ઓર્ચિડ ફ્લેટ નંબર-K-304માં અમદાવાદના ત્રણ બુકીઓ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યાં છે.

જેના આધારે એલસીબીની ટીમે ત્રીજામાળ સ્થિત ફ્લેટ પર દરોડો પાડીને સટ્ટોનું કટિંગ લઈ રહેલાં ત્રણ બુકીની ઝડપી લીધા હતા. એલસીબીની ટીમે ફ્લેટ પરથી અમદાવાદ સરદારનગરમાં એરપોર્ટ પાસે આવેલી એલીગન્સ સોસાયટીના મકાન નંબર-504માં રહેતા પંકજ ઉર્ફે પંકુ અરજનદાસ દયાણી તથા ધીરજ કનૈયાલાલ તેજવાની અને નરોડા ગેલેક્સી રોડ પર ઓઝોન સીટીના બી-403માં રહેતો રવિ તીર્થદાસ મંછાની મળીને ત્રણેય બુકીઓની ધરપકડ કરી હતી.

જેમની પાસેથી રોકડા 2950 રૂપિયા, 8 મોબાઈલ, લેપટોપ, કી બોર્ડ, માઉસ, એલઈડી, સેટઅપ બોક્સ અને રિમોટ ઉપરાંત સટ્ટાના આંક લખેલો ચોપડો તથા ત્રણ વાહનો મળી કુલ રૂપિયા 1,22,250નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બુકીઓ પાસેથી મળી આવેલા ચોપડામાં સટ્ટોડિયાઓ અને બુકીઓના કોડવર્ડ સાથેના નામ-નંબર અને હિસાબો મળી આવ્યા છે. જેને પગલે એલસીબીની ટીમે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીને મુખ્ય બુકીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

પાર્શ્વનાથ ઍટલૅંન્ટિક ફ્લેટમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 3 આરોપીઓને 1લાખ 22 હજજારના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...