તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોબાની દિલ્હી પબ્લિક સ્કૂલના ચોરી કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરમાં દોઢ માસ અગાઉ અડાલજથી કોબા જતા રોડ પર આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં ત્રણ આરોપી ઝડપાયા છે. એલસીબીએ 2.75 લાખ રોકડ સાથે આરોપીઓને ઝડપી લેતા ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ જિલ્લા-શહેરના કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ કબૂલ કરી 11 ચોરીઓમાં 8 ચોરી તો ગાંધીનગર, મહેસાણા, અમદાવાદની વિવિધ સ્કૂલોમાં જ કરી છે તો ત્રણ ચોરી દૂકાનોમાં કરી છે.

મૂળ તામિલનાડુના તેમજ સુરત રહેતા શખસની આ ગુનામાં સંડોવણી
દોઢ માસ અગાઉ અડાલજથી કોબા જતા રોડ પર આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલ(ડીપીએસ)માં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં ત્રણ આરોપી ઝડપાયા છે. એલસીબીએ 2.75 લાખ રોકડ સાથે આરોપીઓને ઝડપી લેતા ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ જિલ્લા-શહેરમાં થયેલી કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ કબૂલ કરી 11 ચોરીઓમાં 8 ચોરી તો ગાંધીનગર, મહેસાણા, અમદાવાદની વિવિધ સ્કૂલોમાં જ કરી છે તો ત્રણ ચોરી દૂકાનોમાં કરી છે.

5 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં અંબાપુર ગામની સીમમાં આવેલી ડીપીએસ સ્કૂલની ઓફિસના તાળા તોડી અજાણ્યા શખ્સોએ 4 લાખ રોકડા, એક લોકર, બે મોબાઈલ અને ત્રણ કેમેરા મળી કુલ 4.85 લાખની મત્તાની ચોરી કરી હતી. આ બાબતે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બાદ તપાસ ગાંધીનગર એલસીબીને સોંપાઈ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ કેતનકુમારને બાતમી મળી હતી કે મુળ તામીલનાડુનો અને સુરત રહેતો એક શખ્સ આ ગુનામાં સંડોવાયેલો છે. જેના આધારે એલસીબીની ટીમે તામીલનાડુના રાશીપુરમ ખાતેથી પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ મારીઅપ્પન કઉન્દર ઝડપી લીધો હતો. ગાંધીનગર એલસીબી લાવી તેની ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં મુળ દાહોદ અને હાલ પ્રહલાનગરમાં ગરીબ આવાસ યોજનામાં રહેતા વનરાજ ઉર્ફે કરણ સોમાભાઈ ડામોર અને નારોલ ગરીબ આવાર યોજાનામાં રહેતા રાજુ સોમાભાઈ ડામોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી 2.75 લાખ રોકડા, મોબાઈલ અ્ને કેમેરો મળી કુલ 3.01,000નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. સાથે જ ચોરી કરવામાં ઉપયોગ કરાયેલા સાધનો ખાતરીયા, ડીસમીસ, આરી, પાના પણ જપ્ત કરાયા હતા.

છેલ્લા પાંચ માસમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેન્ગના બે સાગરીતોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો