કલ્ચરલમાં આ વર્ષે ધજાની થીમ પ્લાસ્ટિક ફ્રી નવરાત્રિ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમે ૨૫મા વર્ષે સે-11 રામકથા મેદાન ખાતે ભવ્ય આયોજન કર્યું છે. જેમાં આ વર્ષે લહેરાતી ધજાની થીમ પર આંગણું સજાવાશે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે,‘ ખેલૈયાઓ મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે 46 હજાર ચો.મી. નું વિશાળ મેદાન સજાવાઈ રહ્યું છે. જેમાં એક સાથે 7,000 ખેલૈયાઓ ગરબા રમી શકે એવું વિશાળ ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. 15,000 પ્રેક્ષકો બેસીને ગરબા માણી શકે તેવું આયોજન કરાયું છે. સમગ્ર ઈવેન્ટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરાય સાથે જ સમગ્ર ગ્રાઉન્ડ પર ફ્રી વાઈફાયની પણ સુવિધા આપવામાં આવશે.’ રવિવારે પહેલા નોરતે બપોરે 3 કલાકે સેક્ટર-13-બીના શક્તિ ચોકમાંથી નવદુર્ગાના નવસ્વરૂપોના રથની શોભાયાત્રા નીકળશે.

ગાંધીનગરથી છેલ્લા ત્રણ દાયકાથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ અંબાજીથી જ્યોતિ સ્વરૂપ મા અંબાજીને ગાંધીનગર લાવે છે. માતાજીની આ જ્યોતની ભવ્ય શોભાયાત્રા નવરાત્રિ મેદાનમાં પહોંચશે અને ત્યાં માતાજીની જ્યોતનું પવિત્રતા પૂર્વક સ્થાપન કરાશે. અહીં મંચ પર ૪૦ ફૂટની સાઈઝનો પિરામીડ તૈયાર કરાઈ રહ્યો છે. જેના પર 101 ફૂટની ધજા લગાવાશે સાથે પ્રવેશદ્વારને પણ 71 જેટલી ધજાથી સજાવાશે.

અન્ય સમાચારો પણ છે...