તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા અધિકારી, કર્મચારી દ્વારા સંચાલિત 5 મતદાન મથક રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી દરમિયાન જિલ્લામાં આવેલી વિધાનસભાની 5 બેઠકના વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 5 મહિલા મતદાન મથક અને 1 દિવ્યાંગ મતદાન મથક રાખવામાં આવશે. મતલબ કે મહિલા મતદાન મથકમાં તમામ અધિકારી, કર્મચારી તરીકે મહિલાઓને જ મુકાશે અને દિવ્યાંગ મતદાન મથકમાં દિવ્યાંગ અધિકારી, કર્મચારીઓને ફરજ સોંપાશે. જોકે તેમાં મતદારોના સંબંધમાં કોઇ અલગ વ્યવસ્થા કરવામાં આવનાર નથી. મતદારો માટે જિલ્લાના તમામ 1379 મતદાન મથકો પર એક સરખી જ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

અધિક નિવાસી કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા મત વિસ્તાર, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં આવતા ગાંધીનગર દક્ષિણ અને દહેગામ વિધાનસભા મત વિસ્તાર તથા લોકસભાની મહેસાણા બેઠકમાં આવતા માણસા વિધાનસભા મત વિસ્તાર એમ 5 વિધાનસભા મત વિસ્તાર દરેકમાં 5-5 મહિલા મતદાન કેન્દ્ર નિયત કરાશે. તેમાં 2 અધિકારી અને 2 કર્મચારી મહિલાઓ જ હશે. તે પ્રકારે જ દિવ્યાંગ મતદાન મથકની વ્યવસ્થા પણ કરાશે.

અવિલોપ્ય શાહિનો 10 ટકા જથ્થો અનામત રખાશે
ચૂંટણીના દિવસે મતદાન કરનાર દરેક મતદાતાની આંગળી પર ભૂંસી ન શકાય તેવી શાહીનું ટપકું મુકવામાં આવે છે. આવી અવિલોપ્ય શાહીની બોટલ દરેક મતદાન મથક પર આપવામાં આવશે. આ ઉપરાંત તૂટફૂટના સંજોગોમાં પહોંચી વળવા માટે અવિલોપ્ય શાહિનો 10 ટકા જથ્થો રિઝર્વ તરીકે રાખવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...