તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાત્રજમાં 5 લાખનાં વાહનો સાથે 4 જુગારી ઝડપાઈ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાત્રજમાં કિષ્ણા પ્રાઇવેટ લીમીટેડ કંપનીની પાછળ જુગારની મહેફીલ જમાવી બેઠેલા 4 શખસોને 18860 રોકડા તથા 5,00,000ના વાહનો મળી રૂપિયા 5,18,860ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

આ અંગે પોલીસે કરેલી રેડમાં ઝડપાયેલા શખસોમાં મુળ યુપી, બિહાર અને ઓરિસ્સાના શખ્સોનો સમાવેશ થાય છે. તેમા અમરતલાલ સુખવાસીલાલ લોદી રહે. ધમાસા ઇન્ડસ્ટ્રીઝ, ખાત્રજ ચોકડી, કૈલાશ ચુન્ના ત્રિવેદી રહે.ટી.6, શિવાલય એપાર્ટમેન્ટ, વિભાગ-3, વેજલપુર, જીતેન્દ્ર કનૈયાલાલ રાય રહે.ખાત્રજ, મેક્ષી મીલન વિનસેન્ટ માર્કિ રહે.174, રાધેશ્યામનગર, બોરીસણા, હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જુગારીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...