તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકના 3 ગણાંની લાલચે છેતરનારા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના દલાલને એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને ચાર શખ્સોએ રૂપિયા એક લાખ લઇને નકલી નોટોનો છ બંડલ આપીને છેતરપિંડી કરનાર ચાર શખસોને પોલીસે ઝડપી લઇને રોકડ રૂપિયા, ત્રણ નંગ મોબાઇલ અને કાર સહિત કુલ રૂપિયા 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સેક્ટર-21 આર વર્લ્ડની સામેની ચાની કિટલી ઉપર રૂપિયા એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને દલાલની સાથે છેતરપિંડીના ગૂનાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને સંડોવાયેલા ચાર શખસોને ઝડપી પાડ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી.વાઘેલાને બાતમી મ‌ળી હતી કે જીજે-27-એપી-5374 નંબરની સ્વિફ્ટ ગાડીમાં દલાલની સાથે છેતરપિંડી કરનારા શખસો છે.

આથી પોલીસે સેક્ટર-30ના સર્કલે વોચ ગોઠવીને પસાર થતી સ્વિફ્ટ ગાડીને ઉભી રાખીને તેમાં બેઠેલા 4 શખસોની પૂછપરછ કરતા દલાલની છેતરપીંડી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરીને તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ, રૂપિયા 2000 કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને રૂપિયા 3 લાખની સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂપિયા 402000નો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પર્દાફાશ : સેક્ટર-21 આર વર્લ્ડની સામેની ચાની કિટલી ઉપર દલાલને વિશ્વાસમાં લીધો હતો
છેતરપિંડીમાં સંડોવાયેલા 4 આરોપીના નામ
લીયાકત અલી ઓરસીદુલ્લા નોવડે મહેશ રામજીભાઇ ભાડ (પટેલ) વિનેશ બુચભાઇ પટેલ (ત્રણેય રહે.સાનોદા, તાલુકો દહેગામ), જયંતી ઉર્ફે ડાકલી અરજણભાઇ ભરવાડ (રહે 853, ભરવાડ વાસ, ગુપ્તાનગર, વાસણા, અમદાવાદ)ના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

વિવિધ 14 જેટલી છેતરપિંડીના ગુના કર્યાની કબૂલાત કરતા આરોપીઓ
નવરંગપુરામાં અઢી લાખની, સોનાના બિસ્કીટની લાલચ આપી અઢી લાખની, મહારાષ્ટ્રના નાસીકની એક પાર્ટીની સાથે એક લાખની, હરીયાણાના શખસને સોનાના બિસ્કીટની લાલચ આપી 5.58 લાખની, મુંબઇની વ્યક્તિની સાથેા બે લાખની, જયપુરની વ્યક્તિ પાસે અઢી લાખની, હિંમતનગરમાં બે ગણાની લાલચ, રણાસણ સર્કલે શખસને 65 હજારની, વાપીની વ્યક્તિની સાથે પચાસ હજારની,મુંબઇની વ્યક્તિ સાથે એક લાખની, સુરતના વ્યક્તિની સાથે સીત્તેર હજારની, પુનાની વ્યક્તિ સાથે એંશી હજારની, અમરાવતીની વ્યક્તિ સાથે એક લાખની, ચીબલીની વ્યક્તિ સાથે ચાલીસ હજારની છેતરપીંડી કરી હોવાનું ખૂલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...