તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઘડનો યુવાન સ્વાઇનફ્લુની ઝપટમાં: કુલ 3 કેસ નોંધાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા પાંચેક દિવસથી શરદી તાવની બિમારીની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા છતાં તબિયતમાં સુધારો નહી થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા સુઘડના રહેવાસી યુવાનનો એચ1એન1 રિપોર્ટ કઢાવતા પોઝીટીવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને ટેમીફ્લુ સહિતની દવાઓ આપીને સઘન સારવાર શરૂ કરાઇ છે. યુવાનના કેસ સાથે જિલ્લામાં સીઝનમાં સ્વાઇનફ્લુના કેસનો

અનુસંધાન પાના નં. 3...આંકડો ત્રણ થયો છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝનમાં સ્વાઇનફ્લુએ દેખા દીધા બાદ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં સ્વાઇનફ્લુના અત્યાર સુધી ત્રણ કેસ નોંધાયા છે. જેમાં સ્વાઇનફ્લુની ઝપટમાં આવેલી દહેગામની બા‌ળકીનું મોત નિપજ્યું હતું. સ્વાઇનફ્લુના કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફને સ્વાઇનફ્લુ અંગે જન જાગૃત્તિ કાર્યક્રમો કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત શરદી,ખાંસી અને તાવની સાથે ગળામાં દુખાવો થતો હોય તેવી બિમારીવાળા દર્દીઓને ગાંધીનગર કે અમદાવાદ સિવીલમાં રિફર કરાવીને એચ1એન1 ટેસ્ટ કરાવવાની સુચના આપવામાં આવી છે. જિલ્લામાં સુઘડનો 24 વર્ષીય યુવાનને સ્વાઇનફ્લુની ઝપટમાં આવતા કુલ કેસનો આંકડો ત્રણ થયો છે.

સુઘડના યુવાનને છેલ્લા પાંચેક દિવસથી શરદી અને તાવની બિમારીની સાથે સાથે ગળામાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. સારવાર કરવા છતાં યુવાનની બિમારીમાં રાહત નહી જણાતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનનો એચ-1એન-1 રિપોર્ટ પોઝીટીવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...