તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાંથી વેઠ પ્રથા નાબૂદ કરવા તંત્રને મેદાનમાં ઉતારાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાનાં અથવા બહારથી મજુરી કરવા આવતા શ્રમિકો પાસે વેઠ કરાવાતી હોય તો તેવા કિસ્સા શોધવા અને આ દૂષણને ડામવા ગૃહ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટર અને રેન્જ ડીઆઇજીને સુચના આપવામાં આવતાં ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. સાથે જ જ્યાં શ્રમિકો રહેતાં હોય ત્યાં તેઓનાં બાળકોને શિક્ષણ અને આરોગ્યની યોગ્ય સેવા મળે છે કે નહીં તેની તપાસ પણ કરવા વહીવટી તંત્રને કહેવામાં આવ્યું છે.

સરકારના આદેશના પગલે ગાંધીનગર કલેક્ટર એસ કે લાંગા દ્વારા આ મામલે અધિકારીઓની વિશેષ બેઠક બોલાવીને તેઓને ઉપરોક્ત દિશામાં કામ કરવા અને નિયત સમય મર્યાદામાં તેની કામગીરીનો અહેવાલ આપવા જણાવ્યું હતું. કોઇ પણ વ્યક્તિ પાસે વેઠ કરાવવા પર પ્રતિબંધ હોવા છતાં તેનું ઉલ્લંઘન થતું હોવાના બનાવ બનતા રહેતા હોવાથી કાયદાનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરાઇ છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવા કિસ્સા વધુ પ્રમાણમાં બનતાં હોય છે.

ખેતીના ક્ષેત્રમાં અને ઇંટોના ભઠ્ઠા અથવા મોટી બાંધકામ સાઇટ પર સેંકડો મજુર રહેતાં પણ હોય છે. તેઓ પાસે દિવસ રાતના ધોરણે કામ કરાવવામાં આવતું હોય છે પરંતુ સામી બાજુ લઘુતમ વેતન પણ આપવામાં આવતું હોતું નથી. આવા શ્રમિકોના બાળકો મોટાભાગે શિક્ષણથી વંચિત રહી જતાં હોય છે અને તેઓને સારી આરોગ્ય સેવાઓ પણ મળતી હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો