તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા શરૂ થયાના દોઢ કલાકમાં વિદ્યાર્થીએ કાપલી કાઢી,પરંતુ લખે તે પહેલાં પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિદ્યાર્થી પાસેથી કાપલીનું સાહિત્ય જપ્ત લઇને વિરૂદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં બુધવારે ધોરણ-10ના ગણિત વિષયની પરીક્ષામાં ગેરરીતિનો કેસ નોંધાયો હતો. ગેરરીતિના કેસ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેરે જણાવ્યું છે કે જિલ્લાના દહેગામ તાલુકાના ઝીંડવા ગામની સર્વોદય વિદ્યામંદિરના બ્લોક નંબર-16માં ધોરણ-10ના ગણિત વિષયની પરીક્ષા આપી રહેલો વિદ્યાર્થી પોતાની સાથે લાવેલી કાપલીના સાહિત્યમાંથી લખે તે પહેલાં ખંડ નિરીક્ષકના હાથે ઝડપાઇ ગયો હતો. ખંડ નિરીક્ષકે વિદ્યાર્થી પાસેથી કાપલીનું સાહિત્ય જપ્ત લઇને તેની વિરૂદ્ધ કોપી કેસ કર્યો હતો. શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ત્રીજા જ પેપરમાં ગેરરીતિનો કેસ નોંધાયો જે પરીક્ષામાં પ્રથમ બનાવ છે. બાકી રહેલા ધોરણ-10 અને 12ના પેપરોની પરીક્ષામાં ગેરરીતિને અવકાશ રહે નહી તે માટે મોનિટરીંગ સહિતની કામગીરી સઘન કરવામાં આવશે.

ધોરણ-10ના ગણિત પેપરમાં વિદ્યાર્થી પોતાની પાસે લાવેલા કાપલીના સાહિત્યને બહાર કાઢી રહ્યો હોવાનું પરીક્ષાખંડમાં લગાવેલા સીસી કેમેરામાં જોવા મળ્યું હતું. આથી તેની જાણ સરકારી પ્રતિનિધીને કરતા તેમણે ખંડ નિરીક્ષકને જણાવ્યું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે. પરીક્ષા શરૂ થયાને દોઢ કલાકમાં જ વિદ્યાર્થીએ સાથે લાવેલી કાપલીઓ કાઢી હતી.

ગાંધીનગર | પરીક્ષા શરૂ થયાને દોઢ કલાકમાં જ વિદ્યાર્થીએ સાથે લાવેલી કાપલીઓ કાઢી હતી. પરંતુ તેમાંથી લખે તે પહેલાં ખંડ નિરીક્ષકના હાથે ઝડપાઇ ગયો હતો. વિદ્યાર્થી પાસેથી કાપલીઓનું સાહિત્ય જપ્ત લઇને ખંડ નિરીક્ષકે કોપી કેસ કર્યો હતો. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ગેરરીતિનો કેસ નોંધાતા જિલ્લા શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું હતું.બુધવારે ધોરણ-10ના ગણિત વિષયની પરીક્ષામાં ગેરરીતિનો કેસ નોંધાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો