તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવનવી જાહેરાતો સહિત મ.ન.પા.નું બજેટ ચાલુ માસમાં રજૂ થવા સંભાવના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |મહાપાલિકાના 2019ના બજેટનું કદ 300 કરોડની ઉપરનું રહી શકે છે. કેમ કે વર્ષ 2018માં પસાર કરાયેલા બજેટનું કદ 300 કરોડ હતું. અધિકારી સુત્રો મુજબ બજેટ ચાલુ મહિનામાં જ લાવી દેવાશે. ત્યારે શાશક પક્ષના નગરસેવકો અને પદ્દાધિકારીઓ દ્વારા મતદારો રાજી રહે તેવા વિકાસ કામોની જાહેરાતોનો બજેટમાં સમાવેશ કરાવવા કવાયત શરૂ કરાઇ છે.

ચૂંટણી ટાણે મતદારો રાજી રહે તેવા કામો શાસકપક્ષ દ્વારા સૂચવાશે
ચાલુ માસના અંતિમ અઠવાડિયામાં બજેટ બેઠક બોલાવવા ભાજપ દ્વારા કહી દેવામાં આવ્યું હોવાનું આંતરિક સુત્રો જણાવી રહ્યાં છે. બીજીબાજુ મ્યુનિ. કમિશનર તરફથી બજેટ તૈયાર કરવા સંબંધિ સતાવાર સુચના મળી જવાથી મહાપાલિકાના શાખા અધિકારીઓ પણ કામે લાગી ગયાં છે.

આ સંજોગોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે બજેટના આલેખન કરવા માટે મહાપાલિકાનું તંત્ર તૈયાર છે અને નજીકના દિવસોમાં બજેટ તૈયાર કરીે આખરી ઓપ આપી દેવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

એ વાત નક્કી છેકે હવે મહાપાલિકા કે વિધાનસભાની નહીં પરંતુ લોકસભાની ચૂંટણી આવી છે. પરિણામે બજેટમાં નવા કરવેરા નાખવાથી અને હાલના કરવેરાના દરમાં કોઇ વધારો કરવાની વાતથી શાશક પક્ષ નારાજ રહે તેવી પુરી શક્યતા રહેશે. પરિણામે મતદારોને લાબા ગાળા સુધી યાદ રહે અને તરફેણમાં મતદાન માટે પ્રોત્સાહિત થાય તે પ્રકારના વિકાસ કામોની જાહેરાતો સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવે તેવા પક્ષ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવશે. તેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સબંધિ વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ઉપરાંત લોકોને નવી અને વધારાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જેવી બાબતોનો ઉમેરો કરવામાં આવશે. 2018માં પસાર કરવામાં આવેલા બજેટનું કદ રૂપિયા 300 કરોડ હતું.

આ સંજોગોમાં નવા બજેટના કદમાં માત્ર 10 ટકાનો જ વધારો સુચવવામાં આવે તો પણ બજેટ સાહજીક રીતે 330 કરોડ રૂપિયાની આસપાસના આયોજનોને સમાવતુ બની જવાનું છે.

ચાટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરી દેવાઇ
આમહાપાલિકા દ્વારા બજેટ સ્ટ્રીમ લાઇન રહે તેના માટે ચાટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે. આ દરમિયાન સોમવારથી બજેટ પર સતાવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ તો આ કામગીરી માટે ક્યારના મથામણ કરવામાં પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...