તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાથમિક શિક્ષકોને વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઓનલાઇન મૂકવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાર્ષિક પરીક્ષાનું વિદ્યાર્થીઓનું પરિણામની ઓનલાઇન એન્ટ્રી કરવાની પ્રાથમિક શિક્ષકોને આદેશ કરતા રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જોકે ધોરણ 4ની પરીક્ષા તારીખ 3જી, મેના રોજ પૂર્ણ થતાં જ માત્ર બાર કલાકમાં જવાબવહિનું મૂલ્યાંકન કરીને પરિણામે ઓનલાઇન અપડેટ કરવાનું રહેશે. પરિણામને અપડેટ કરવાનો સમય ઓછો હોવાથી ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

લોકસભાની ચુંટણીને પગલે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 25 દિવસ સુધી ચાલુ રહેશે. તેમાંય વિદ્યાર્થીઓના પરિણામની ઓનલાઇન એન્ટ્રી કરવાનો આદેશ કર્યો છે. જોકે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓની જવાબવહિનૂ મૂલ્યાંકન થઇ ગયું હશે. પરંતુ ધોરણ 4ના હિન્દી પેપરની પરીક્ષા પૂર્ણ થયા બાદ માત્ર બાર કલાકમાં જ શિક્ષકોએ જવાબવહિનું મૂલ્યાંકન કરીને તેનું મેન્યુઅલ પરિણામ પત્રક બનાવવાનું તેમજ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઇન અપડેટ કરવાનું રહેશે. આથી પ્રાથમિક શિક્ષકોની પાસે રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. ઓછા સમયમાં જ તમામ કામગીરી કરવાની હોવાથી પરિણામમાં ત્રુટીઓ રહેવાની પણ શક્યતાઓ રહેલી છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામમાં તટસ્થતા જળવાય તે માટે અન્ય શિક્ષકોની પાસે ઉત્તરવહિનું મૂલ્યાંકન કરાવવાનો નિયમ છે. આથી પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની જવાબવહિને અન્ય શાળાના શિક્ષકોને મોકલવાની રહેશે. શાળાએ એસએસએની વેબસાઇટ ઉપર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જઇને પોતાના લોગીન પાસવર્ડની મદદથી વિદ્યાર્થીઓના પરીક્ષાના ગુણની એન્ટ્રી કરવાની રહેશે.

ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓનું વિષયવાર પરીણામને ઓનલાઇન અપલોડ કરવાનું છે. જેમાં તમામ વિષયોની ઓનલાઇન અપલોડની કામગીરી તારીખ 13મી, એપ્રિલ થી તારીખ 4થી મે સુધી ચાલુ રહેશે.જોકે ધોરણ 4ની પરીક્ષા તારીખ 3જી, મેના રોજ પૂર્ણ થતાં જ માત્ર બાર કલાકમાં જવાબવહિનું મૂલ્યાંકન કરીને પરિણામે ઓનલાઇન અપડેટ કરવાનું રહેશે. પરિણામને અપડેટ કરવાનો સમય ઓછો હોવાથી ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.લોકસભાની ચુંટણીને પગલે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 25 દિવસ સુધી ચાલુ રહેશે.

સીઆરસી અને બીઆરસીએ ખાતરી કરવાની રહેશે
શિક્ષકોએ વિદ્યાર્થીઓની પરીક્ષાના ગુણની ઓનલાઇન એન્ટ્રી કરી છે તેની ખાતરી સીઆરસી અને બીઆરસીએ કરવાનો ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...