તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીને 10 આંગણવાડીઓનું મોનિટરિંગ સોંપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા માટે જુલાઈમાં આંતર સુખાય પ્રોજેકેટ અમલી બનાવવામાં આવનાર છે. જિલ્લાની અનેક ખાનગી કંપનીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી કામ કરવા આગળ આવી છે. આ અંગે સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું હતું કે, ‘આ કામમાં જિલ્લાના તમામ અધિકારીઓને 303 ગામો, 4 નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી 10-10 આંગણવાડીનું મોનિટરિંગનું કામ સોંપવામાં આવશે. આ મોનિટરિંગ દરમ્યાન નિયમિત રીતે અધિકારીએ આંગણવાડીની મુલાકાત લઇ તેનો રીપોર્ટ આપવાનો રહેશે. આ અંગેની તાલીમ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...