તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં લાઈસન્સ વિના ચલાવાતા ગેસ્ટ હાઉસને હવે તાળાં મરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં વહીવટી તંત્ર પાસેથી લાયસન્સ મેળવ્યા વિના ગેરકાયદે ચલાવાતા ગેસ્ટ હાઉસ પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શોધી કાઢવામાં આવશે. ગેસ્ટ હાઉસોમાં ચાલતી વ્યાપક ગેરરીતિઓ સામે પોલીસ કડક પગલા લેવા જરૂરી છે. ત્યારે ઉપરોકત ગેસ્ટ હાઉસોની યાદી તૈયાર કરીને તેને સીલ કરવાની માંગણી સાથેની દરખાસ્ત મોકલી આપવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે.

શહેર અને જિલ્લામાં ઠેકઠેકાણે મંજૂરી વિના જ ચાલુ કરી દેવાયેલા પૈકીના ઘણા ગેસ્ટ હાઉસોમાં દિવસ-રાત અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. મિલીભગતથી આવા ગેસ્ટ હાઉસોમાં છૂટથી દેહ વ્યાપાર પણ ચાલતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ દ્વારા આવા ગેસ્ટ હાઉસોનું સઘન ચેકીંગ હાથ ધરવા સાથે તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પણ હોટલો ગેસ્ટ હાઉસોમાં ઉતરતા મુસાફરોના ઓળખ કાર્ડ લેવાનું અને રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા દરેક ગેસ્ટ હાઉસનું સમયાંત્તરે ચેકીંગ કરવાનું શરૂ કરાયું છે.

પોલીસની તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસોમાં ચાલતી અનેક ગેરરીતિઓ બહાર આવે છે. તેમાં ગેરકાયદે ચાલતા ગેસ્ટ હાઉસનો ભાંડો પણ ફૂટયો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કેટલાંક હોટલો ગેસ્ટ હાઉસો દ્વારા લાયસન્સ જ નહીં લેવાયાનું ભૂતકાળમાં પણ ખુલ્યું છે. હકિકતે હોટલ કે, ગેસ્ટ હાઉસ જિલ્લા કલેકટરના લાયસન્સ વિના ખોલી શકાતું નથી. પોલીસને આવા હોટલ-ગેસ્ટ હાઉસની યાદી તૈયાર કરીને કલેકટરને મોકલવા જણાવવામાં આવ્યું છે. પોલીસની દરખાસ્તના આધારે આવા કિસ્સામાં મહેસૂલી રાહે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...