તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર RTO સપ્તાહમાં એકવાર તાલુકા લેવલે હંગામી કચેરી ચલાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની મોડેલ ગાંધીનગર આરટીઓ આગામી સમયે અરજદારોના લાભાર્થે અઠવાડિયામાં એક વખત હવે તાલુકા લેવલે પણ કામગીરી કરશે. જેમાં તાલુકામાં નક્કી કરેલા એક દિવસ અધિકારી બેસશે. અને અરજદારોને કામ કરી આપશે. તાલુકા લેવલે આ પ્રકારની કામગીરી કરનાર ગાંધીનગરની આરટીઓ રાજ્યની પ્રથમ આરટીઓ બનશે.

ગાંધીનગર આરટીઓ સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર આરટીઓ ગાંધી જયંતિથી એક નવી પહેલ કરવા જઈ રહી છે. જેમાં અઠવાડિયામાં નક્કી કરેલા દિવસોમાં તાલુકા લેવલે એટલે કલોલ, માણસા, દેહગામમાં કોઈ એક જગ્યા ફિક્સ કરીને કામગીરી કરાશે. જેમાં આરટીઓના અધિકારી અને જરૂરી થોડો સ્ટાફ તાલુકા લેવલે જઈને આરટીઓની કામગીરી કરશે. જેને પગલે તાલુકામાંથી આવતા અરજદારોને ગાંધીનગર સુધી ધક્કો ખાવાની જરૂર નહીં રહે.

હાલના સમયે નાનાથી લઈને મોટા કામ માટે અરજદારોને ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે. જેમાં તેમના સમય અને પૈસા બંને બરબાદ થાય છે. તો ઘણીવાર નોકરી કે કામમાં પણ રજા રાખવી પડે છે. સામે પક્ષે જિલ્લાભરના અરજદારો ગાંધીનગર આવતા કચેરી ખાતે ટ્રાફિક વધી જાય છે. આ બધી સમસ્યાઓને જોતા ગાંધીનગર આરટીઓ આ પહેલ કરવા જઈ રહ્યું છે.

લાઈસન્સ સિવાયની તમામ કામગીરી તાલુકા લેવલે કરી અપાશે
મળેલી માહિતી પ્રમાણે હંગામી ધોરણે તાલુકા લેવલે એક દિવસની કામગીરીમાં લર્નિગ અને ટ્રેક ટેસ્ટ સિવાયની મોટાભાગની કામગીરી કરી અપાશે. ઓનલાઈન પ્રક્રિયા અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાને પગલે તાલુકા લેવલે એક અધિકારી-કર્મચારીઓને કામ કરવું સરળ બની રહેશે. ગાંધીનગર આરટીઓ દ્વારા તાલુકા લેવલના આ આયોજનની જાહેરાત એક બે દિવસમાં કરવામા આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...