તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર માસથી ખડકાયેલી ગંદકીને હોસ્પિટલના સંચાલકોએ જ દૂર કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કુડાસણ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી સ્વામિનારાયણ હોસ્પિટલની પાછળ દુર્ગંધથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે દિવ્ય ભાસ્કરને જાણ કરતા તે અંગેના સમાચાર પ્રસિદ્ધ થતાં જ હોસ્પિટલના સત્તાધીશોએ આ વાતને ગંભીર ગણીને હકારાત્મક અભિગમ દાખવવા સાથ ગંદકીની સફાઇ કરી દીધી હતી.

ચાર મહિનાથી બની રહેલી નવી હોસ્પિટલનો કચરો એકત્ર થયો હતો
ગાંધીનગરથી કોબા માર્ગ ઉપર ન્યુ ગાંધીનગર વિસ્તારના લોકોને માળખાકિય સુવિધા મળી રહે તે માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડ‌ળ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ગુડા દ્વારા ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પરંતુ સ્વચ્છતા અભિયાનને કલંક લાગે તેમ પ્રતિક મોલની પાછળના ભાગે આકાર પામી રહેલી સ્વામિનારાયણ હોસ્પિટલની પાસે છેલ્લા ચાર માસથી ગંદકીના થર જામ્યા હતા. દુષિત પાણી અને કચરાના મિશ્રણથી ઉદ્દભવથી દુર્ગંધથી આસપાસના ઉર્જાનગર, સીમંધર, સનરાઇઝ બંગ્લોઝ સહિતના વિસ્તારોના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

છેલ્લા ચાર માસથી અંડિગો જમાવેલી ગંદકી અંગે સ્થાનિક એક જાગૃત્ત નાગરિકે આ બાબતે જાણ કરતા દિવ્ય ભાસ્કરની ગાંધીનગર આવૃત્તિમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જેનો હકારાત્મક પડઘો પાડતા તાત્કાલિક અસરથી હોસ્પિટલના સત્તાધિશોએ સફાઇ અભિયાન ચલાવીને ગંદકીને દુર કરી હતી.

ઇમ્પેક્ટ

કુડાસણ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ હોસ્પિટલની પાસે છેલ્લા ચાર માસથી ગંદકીના થર જામ્યા હોવાના ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર પ્રસિદ્ધ થતાં જ હોસ્પિટલના સત્તાધિશોએ તાત્કાલિક અસરથી સફાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...