તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી વિઘ્ન છતાં પ્રથમ નોરતે ગરબા ગવાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસ દરમિયાન વરસાદી ઝાપટા ચાલુ રહેવાના પગલે પ્રથમ નોરતે જ ગરબા નહીં ગવાય તેવી ભીતી હતી. પરંતુ સાંજ પછી વરસાદ રહી જવાના પગલે અર્વાચિન અને પ્રાચિન ગરબાના આયોજન સ્થળોએ ગરબા ગવાયા હતાં.

આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ઉલેચવા વોટર પંપ અને મડ પંપ કામે લગાડાયા હતાં અને ટ્રેક્ટરો ભરીને મેદાનમાં માટી ઠલવવામાં આવ્યા બાદ ખેલૈયા રમી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આખરે સાંજે સમયસર માતાજીની આરતી કરવામાં આવ્યા બાદ ગરબા 8.30 વાગ્યાના અરસામાં ગરબા શરૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...