તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિલોડા પાસે દારૂની 84 બોટલ સાથે કારચાલક પકડાઈ ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિલોડા નવા બનતા પુલના છેડે નરોડા તરફ કારમાંથી દારૂની 84 બોટલ ઝડપાઈ છે. ગાંધીનગર એલસીબી2 બાતમીના આધારે અમદાવાદના શખ્સને ઝડપી પાડીને 1.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીનગર એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં તેમની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે કોન્સ્ટેબલ ભવાનસિંહને દારૂની હેરફેરા અંગે બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી દારૂ ભરીને આવતી કાર અમદાવાદ જવાની છે. જેના આધારે એલસીબી-2 ચિલોડા સર્કલ પાસેથી કારને ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી.

દરમિયાન કાર ચાલકનું નામ પૂછતાં તે જરીફખાન જાહીદભાઈ શેખ (28 વર્ષ, રહે-ખેતરશાબાવાની ચાલી, ગોમતીપુર, અમદાવાદ) હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે 42 હજારનો દારૂનો જથ્થો, 60 હજારની કાર મળી કુલ 1.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દારૂનો જથ્થા અંગે પૂછતાં ઝડપાયેલા આરોપીએ જણાવ્યું હતું કે, તેના શેઠ ફિરોજભાઈ સબ્બીરભાઈ મણીયાર (રહે-મણીયારવાડા, ગોમતીપુર) પોતાની કાર લઈને શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી ફિરોજભાઈએ ઝડપાયેલા આરોપીને દારૂ ભરેલી કાર આપી હતી. જે બાદ તે પોતાની કાર લઈને દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતો હતો.

એલસીબી-2એ પકડાયેલા આરોપી અને તેના શેઠ બંને સામે પ્રોહી એક્ટ મુજબ ચિલોડા પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો