તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના ખેડૂતને ઇનપુટ સહાય ઝડપથી મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસરગ્રસ્ત ખેડુતોની પાસેથી ઇનપુટ સહાયના ફોર્મ નિયત તારીખે જમા લઇ શકાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 24 લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. લાયઝન અધિકારીઓ સોંપવામાં આવેલા ગામમાં જઇને તલાટી, ગ્રામ સેવકની સાથે મુલાકાત કરીને અસરગ્રસ્ત ખેડુતોને જાણકારી આપીને તારીખ 15મી,જાન્યુઆરી પહેલાં ફોર્મ મેળવવાની કામગીરી કરવામાં આવે તેના પર ધ્યાન આપશે.

જિલ્લાના કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકામાં 250 મીમી અને 400 મીમીથી ઓછો વરસાદ થવાથી રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત તાલુકામાં બે હેક્ટર વિસ્તાર સુધી તમામ ખેડુતોને ઇનપુટ સહાય ચુકવવામાં આવનાર છે.

અસરગ્રસ્ત સહાય ચુકવવા માટે ખેડુતોને ફોર્મ આપવામાં આવ્યા છે. આ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તારીખ 15મી, જાન્યુઆરી સુધીમાં ગ્રામ પંચાયતના તલાટીની પાસે જમા કરાવવાના છે. નિયત સમય મર્યાદામાં ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકાના અસરગ્રસ્ત ખેડુતોના ઇનપુટ સહાયના ફોર્મ જમા થાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કુલ 24 લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

ઇનપુટ સહાયનો લાભ લેનાર ગાંધીનગર તાલુકાના 40, 564 અસરગ્રસ્ત ખેડુતો માટે 8, માણસા તાલુકાના 29, 666 અસરગ્રસ્ત ખેડુતો માટે 7 અને કલોલ તાલુકાના 30, 049 ખેડુતો માટે 9 લાયઝન અધિકારીનો સમાવેશ થાય છે. લાયઝન અધિકારીઓએ તેમને સોંપેલા ગામમાં જઇને તલાટી, ગ્રામ સેવકની મુલાકાત લઇને ઇનપુટ સહાયના ફોર્મ કેટલા સ્વિકાર્યા તેમજ તેમાં પડતી મુશ્કેલીઓ જાણીને તેનો ઉકેલ લાવવાનો રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 24 લાયઝન અધિકારીઓની નિમણૂક થઈ છે. લાયઝન અધિકારીઓ સોંપાયેેલા ગામમાં જઇને તલાટી, ગ્રામ સેવકની સાથે મુલાકાત કરીને ખેડુતોને જાણકારી અપાશે.

કોઇ ત્રુટી રહે નહી તે મુજબ કામ કરવા આદેશ
ખેડુતોને જાણકારી આપી તેમના ફોર્મ ભરવા સહિતની મદદ કરવાની રહેશે. લાયઝન અધિકારીઓએ ઇનપુટ સહાયના ખેડુતો પાસેથી ફોર્મ સ્વિકારવાની કામગીરીમાં કોઇપણ પ્રકારની ત્રુટી રહે નહી તે મુજબની કામગીરી કરવાની જિલ્લા ખેતીવાડી અધિકારીએ સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...