તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં બે વર્ષમાં ઘરથાળ પ્લોટની 168 અરજી નામંજૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઘરથાળ પ્લોટ મેળવવા માટે 323 ઘરવિહોણા લોકોએ અરજી કરી હતી. જેમાંથી 155 અરજીઓ મંજૂર થયેલી છે જ્યારે 168 અરજીઓ નામંજૂર થયેલી છે. આ વિગતો વિધાનસભામાં ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાએ પૂછેલા સવાલનો ગ્રામ ગૃહનિર્માણ મંત્રીએ આપેલા જવાબમાંથી આવી વિગતો બહાર આવી છે. મંજૂર થયેલી અરજીઓ પૈકી 138 અરજદારને પ્લોટનો કબ્જો સોંપી દેવામાં આવ્યો છે. આ વિગતો 1-1-2018થી 31-12-2019 સુધીની છે. આ રીતે ઘરથાળ પ્લોટ મેળવવા માટે 323 ઘરવિહોણા લોકોએ અરજી કરી હતી.

બે વર્ષમાં વારસાઈ હકની 11662 અરજી આવી

જિલ્લામાં 31-12-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વારસાઈ હક માટે આવેલી અરજીઓની વિગતો કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે માંગી હતી. જેનો જવાબ રજૂ કરતાં મહેસૂલ મંત્રીએ માહિતી આપી હતી કે બે વર્ષમાં વારસાઈ માટે 11662 અરજી આવી હતી. જેમાંથી 10421 નોંધો મંજૂર કરાઈ છે જ્યારે 287 નોંધો નામંજૂર થઈ છે. વારસાઈ નોંધમાં પેઢીનામા, સોગંદનામા તથા મરણના દાખલા વગેરે રજૂ થયેલ ન હોવાના કારણે આ નોંધો નામંજૂર થયેલી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો