તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 2 વર્ષમાં 187 બાળકો ગુમ, 156 પરત 31 હજૂ લાપતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 595 મહિલાઓ ગુમ થવાની ઘટના બની હતી. જેમાંથી 478ની ભાળ મળી ગઈ છે જોકે, 117નો હજુ સુધી કોઈ અતોપત્તો નથી. જેમાં 2018માં ગાંધીનગર શહેરમાં 70 જ્યારે જિલ્લામાંથી 236 મહિલાઓ ગુમ થઈ હતી. જેમાંથી હજુ પણ 37 મહિલાઓની ભાળ મેળવવાની બાકી છે. વર્ષ 2019માં શહેરમાંથી 65 જ્યારે જિલ્લામાંથી 224 મહિલાઓ ગુમ થઈ હતી. જેમાંથી હજુ પણ 80 મહિલાઓની ભાળ મેળવવાની બાકી છે. બાળકોની વાત કરીએ તો 0થી લઈને 18 વર્ષ સુધીના 187 બાળકો છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાંથી ગુમ થયા છે જેમાંથી 156 પરત મળી આવ્યા છે જ્યારે 31ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ આંકડા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા સવાલના મુખ્યમંત્રીએ આપેલા જવાબમાંથી સામે આવ્યા છે. જેમાં સરકારે 10 વર્ષ સુધીના બાળકો ગુમ થવાના કિસ્સામાં પરીક્ષામાં અસફતા, વડીલોના ઠપકાથી કે માતા ભાગી જવામાં સાથે હોય તેવું જણાવેલ છે. જ્યારે બાકીના મોટાભાગના કિસ્સામાં પ્રેમ પ્રકરણના કારણે નાસી ગયા હોવાનો જવાબ રજૂ કર્યો છે.

2018માં જિલ્લામાંથી 236 મહિલાઓ ગુમ થઈ હતી

2 વર્ષમાં ગુમ-પરત થયેલા બાળકો

ઉંમર 2018 2019

0થી 10 વર્ષ 25 ગુમ 20 પરત 24 ગુમ 18 પરત

10થી 14 વર્ષ 18 ગુમ 18 પરત 8 ગુમ 7 પરત

14થી 18 વર્ષ 55 ગુમ 46 પરત 57 ગુમ 47 પરત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો