તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાનો સરેરાશ 99 ટકાથી વધુ જ્યારે ગાંધીનગરમાં 82 ટકા વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાએ બુધવારે રમઝટ બોલાવી તેમાં માણસા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થવાની સાથે જિલ્લામાં સરેરાશ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો અને તેની સાથે જિલ્લાનો મોસમનો વરસાદ 99 ટકાને પાર થવાની સાથે માણસા તાલુકાન વરસાદ 95 ટકાને પાર થયો હતો.

આ પહેલાના વરસાદી માહોલ દરમિયાન જ કલોલ અને બાદમાં દહેગામ તાલુકામાં વરસાદ 100 ટકાથી વધુ થઇ ગયો હતો. પરંતુ હજુ પણ ગાંધીનગર તાલુકાનો વરસાદ 82 ટકાએ પહોંચ્યો છે.

સમગ્ર જિલ્લામાં ગુરૂવારે માણસામાં નગણ્ય છાંટા પડવા સિવાય વરસાદી વિરામ રહ્યો હતો. પરંતુ બુધવારે રાત્રી સુધીમાં માણસા તાલુકામાં 77 મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં 21, દહેગામ તાલુકામાં 11 અને કલોલ તાલુકામાં 10 મીલીમીટર વરસાદ નોંધાયા બાદ ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધી એક માત્ર માણસા તાલુકામાં 2 મીલીમીટર જેવો નગણ્ય વરસાદ પડ્યો હતો.

આ સાથે મોસમના કુલ વરસાદમાં પ્રથમ નંબરે 113 ટકા વરસાદ સાથે કલોલ, 103 ટકા સાથે બીજા નંબરે દહેગામ, 95 ટકા સાથે માણસા ત્રીજા અને ચોથા ક્રમે 82 ટકા વરસાદ સાથે ગાંધીનગર તાલુકો રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસાનાં અંતિમ દિવસોમાં મેઘરાજાએ સારી મહેર કરતા જિલ્લામાં અત્યાર સુધી વરસાદની જે ઘટ જણાતી હતી તેમાંથી મોટા ભાગે નોંધપાત્ર વરસાદ થતા લોકો ભારે આનંદમાં જોવા મળે છે.

ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ થયો છે
ચાર તાલુકા પૈકી કલોલ તાલુકામાં 35 ઇંચ, દહેગામ તાલુકામાં 33.20 ઇંચ, માણસા તાલુકામાં 30.56 ઇંચ અને ગાંધીનગર તાલુકામાં 23.12 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે.

હવે 100 ટકા વરસાદ માત્ર 1 ઇંચ જ દુર
જિલ્લામાં મોસમની સરેરાશ 30.76 ઇંચની સામે 30.48 ઇંચ વરસાદ થયો છે. હવે કુલ મળીને માત્ર 1 ઇંચ જેટલો વરસાદ થવાની સાથે જિલ્લાનો વરસાદ 100 ટકા થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...