તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ પ્લેટફોર્મથી એક જ દિવસમાં NAની મંજૂરી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે નવા બનેલા સંપૂર્ણ એસીથી સજ્જ આધુનિક જનસેવા કેન્દ્ર અને મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું ઉદ્દઘાટન થયું હતું. મુખ્યમંત્રીએ જનસેવા કેન્દ્ર અને સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લઇ તેની માહિતી પણ મેળવી હતી.

‘પોષણ સેતુ’, સંપૂર્ણ સુરક્ષા, આરોગ્ય અને સલામતીની ’ હેલ્લો SOS ’ના શુભારંભ સાથે રૂપાણીએ ’તીર્થદર્શન યાત્રા’ અંતર્ગત જિલ્લાના વડીલોને 13 બસોમાં યાત્રાધામના પ્રવાસનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઓપન હાઉસ અંતર્ગત ૨૫૦ જેટલા મહેસૂલી સેવાઓના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું હતું કે, ‘રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર ખાતે મહેસૂલી સેવાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન કરાઈ છે. જે માટે વર્ગ-4થી લઈને અધિકારીઓ છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહ્યાં હતા. વિવિધ પ્રશ્નોની શક્યતાને જોતા અમે 3 મહિના ટ્રાયલ કર્યું અને 113થી વધુ પ્રશ્નોની શક્યતા જોઈને તેનું નિરાકરણ કર્યું હતું. જેને પગલે હવે જેને પગલે હવે કામ ઝડપી બનશે અને લગભગ એક જ દિવસમાં બીનખેતીની મંજૂરી પણ મળી જશે. અમે અગાઉના 14 વર્ષનો રેકોર્ડ તપાસ્યો આટલા વર્ષોમાં નહીં થયું હોય તેટલું કામ અમે છેલ્લા 14 મહિનામાં કરી થયું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...