તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના મહિલા મેયરની તાજપોશીનો માર્ગ ખૂલ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરના નવા મહિલા મેયરની ચૂંટણી ગત 5મી નવેમ્બરે યોજાયા બાદ મામલો ન્યાયાધિન બન્યો હતો. વિપક્ષે ચૂંટણી અધિકારીએ કરાવી હોવાથી રદબાતલ કરવા કરેલી માગણીના પગલે ચાલેલો કાનુની વિવાદ આખરે મેયરની તાજપોષીની વાતને લઇને 5 મહિને પૂર્ણતાએ પહોંચ્યો છે અને રીટાબેન પટેલ ચોથા પરંતુ પ્રથમ એવા મેયર બનવાના છે,

ચૂંટણી રદ કરવાની અને મત્તાધિકાર છિનવાયાની અરજી પર આજે સુનાવણી
જે ભાજપની ટિકીટ પરથી જ ચૂંટાયા હોય. આ પહેલાના 3 મેયર કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયા હતા અને ભાજપમાં ભળી ગયા હતા. પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ સામે વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ પક્ષાંતર ધારા ભંગનો કેસ હાઇકોર્ટમાં કર્યો હતો. બીજી બાજુ છેલ્લે મેયરની ચૂંટણીના આગળના દિવસે કોંગ્રેસી કોર્પરેટર અંકિત બારોટનું અપહરણ કરાયુ હતુ. મેયરની ચૂંટણી યોજાઇ ત્યારે હાઇકોર્ટના આદેશથી પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલનો મત બંધ કવરમાં લેવાયો હતો. પરંતુ તેના સિવાય ભાજપના ઉમેદવારને 16 અને કોંગ્રેસને 15 મત મળ્યા હતા. હાઇકોર્ટ મેટરના કારણે ચૂંટણીનું પરિણામ જાહેર નહીં થતા પદ્દનામિત મેયર રીટાબેન પટેલે બંધ કવરનો મત ખોલવા અરજી કરી હતી. હાઇકોર્ટમાં બુધવારે પક્ષાંતર ધારા ભંગના કેસનો નિકાલ આવ્યો હતો. ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ રાજીનામુ આપી દેનારા પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલને આખરે ક્લીન ચીટ મળી ગઇ છે. કોર્ટે અવલોકનમાં કહ્યું કે તેમના મતથી પરિણામ પર કોઇ ફેર પડતો નથી અને ખરેખર તો હેન્ડ ઓફ શો પદ્ધતિથી જ મતદાન કરવાનું રહે છે. કોર્ટે કહ્યંપ કે આ કારણથી પરિણામ જાહેર કરવા પર સ્ટે રાખી શકાય નહીં. આ સાથે રીટાબેન પટેલની તાજપોષીનો માર્ગ ખુલી ગયો છે.

હાઇકોર્ટનો ચૂકાદો શિરોમાન્ય: પટેલ
ઓગસ્ટ 2017માં નામોદિષ્ટ અધિકારીની કોર્ટમાં પક્ષાંતર ધારા ભંગના કેસમાં નિદોર્ષ છૂટેલા પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલે કહ્યું કે હાઇકોર્ટનો ચૂકાદો શિરોમાન્ય છે.

નગરજનોની સેવાની તક મળી: રીટાબહેન
ગાંધીનગરના સત્તાવાર મેયર બનનારા રીટાબેન પટેલે કહ્યું કે સત્યનો અને ગાંધીનગરનો વિજય થયો છે, મને નગરજનોની સેવા કરવાની હવે તક મળવાની છે તેમ જણાવી હવે આ પદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવીશ તેવી તેમણે ખાતરી આપી હતી.

અમારી લડત ચાલુ, ન્યાય મળશે: વિપક્ષ
ચૂંટણી રદ કરવાની અમારી અરજી પરની લડત ચાલુ જ રહેશે અને અમને ન્યાય મળશે તેમ કહેતા વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કહ્યું કે ચૂકાદાનું સન્માન છે.

પ્રોહીબિશનના કેસમાં ફરાર આરોપી જબ્બે
ભાસ્કર ન્યુઝ | ગાંધીનગર

અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધેયાલા પ્રોહીબિશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીએ ઝડપી લીધો છે. ગાંધીનગર એસઓજી પીઆઈ જે. જે. વાઘેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અડાલજ પોલીસ સ્ટેશનમાં 2016માં નોંધાયેલા કેસમાં નાસતો ફરતા આરોપી દિલીપ છગનલાલ કલાલ ઝુંડાલ પાસે છે. જે બામતીના આધારે એસઓજીએ આરોપીને દબોચી લઈ અડાલજ પોલીસનો સોંપ્યો હતો. અડાલજ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથધરી છે.

જમીન પડાવી લેવાના કેસમાં પિતા-બે પુત્રોના જામીન ફગાવાયા
સુરતમાં રહેતા પુત્રએ પિતા-બે ભાઈઓ સામે ફરિયાદ આપી હતી
ભાસ્કર ન્યુઝ | ગાંધીનગર

ખોરજ ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીન પિતા અને ભાઈએ બોગસ દસ્તાવેજો બનાવી વેચી દીધી હોવાના મામલે દીકરાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમાં પિતા અને બે પુત્રની આગોતરા જામીન માટેની અરજી ગાંધીનગર એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. સુરત ખાતે રહેતા રજનીભાઈ જીવરજાભાઈ દેસાઈએ અડાલજ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ રાજેશભાઈ જીવરાજભાઈ દેસાઈ, રમેશભાઈ જીવરાજભાઈ દેસાઈ, પિતા જીવરાજભાઈ વસ્તાભાઈ દેસાઈ, નોટરી હરીશકુમાર બી. રાજપૂત અને નોટરી તરંગભાઈ રોહિતભાઈ દવે સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

અડાલજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ.બી. પઢેરિયાની તપાસમાં બહાર આવ્યું હતું કે, ફરિયાદીના ભાગની જમીનનો દસ્તાવેજ આર.જે. બિલ્ડકોનના નામનો બનાવવામાં આવ્યો હતો. બનાવટી પાવર ઓફ એટર્ની તથા બોગસ એફિડેવિટ બનાવી સબ રજિસ્ટ્રારની કચેરીમાં તેના આધારે દસ્તાવેજ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, મિલકતનો દસ્તાવેજ ૧૨ એપ્રિલ, ૨૦૧૮નો છે ફરિયાદીની એફિડેવિટ 11 એપ્રિલ ૨૦૧૮ની હતી. 11 એપ્રિલે ફરિયાદી અમદાવાદમાં હાજર હોત તો એફિડેવિટની જરૂર ના રહેત અને દસ્તાવેજ કરી આપ્યો હતો, નોટરી તરંગભાઈ દવેએ પોલીસ રીમાન્ડ દરમિયાન સ્વીકાર્યું હતું કે, એફિડેવિટ વખતે રજનીભાઈ હાજર ન હતા. અગાઉ જીવરાજભાઈ દેસાઈ તથા નોટરી તરંગભાઈની વિરુદ્ધમાં નવરંગપુરા, સરખેજ, સોલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે.

અન્ય સમાચારો પણ છે...